________________
પછી રાજ્ય ગ્રહણ કર્યું. ૪૨ લાખ વર્ષો સુધી ધરતી-મંડલ પર અખંડ શાસન પ્રવર્તાવ્યું. હવે પ્રભુ વૈરાગી થયા.
દીક્ષા : ભગવાન જ્યારે દીક્ષામાર્ગમાં જવા અગ્રેસર થયાં, ત્યારે સારા શકુનની જેમ નવ લોકાંતિક દેવોએ વિનંતિ કરી. ભગવાને વાર્ષિક દાન આપ્યું. ઇન્દ્રોએ આવીને સવારે દીક્ષાભિષેક કર્યો, અને ભગવાન જેમાં બેઠાં છે એવી ‘વિમળપ્રભા’ નામની શિબિકાને વહન કરીને સમૂહ સાથે ઇન્દ્રો સહસાવનમાં પધાર્યા. જ્યાં ફાગણ વદ-૧૩ (મહાવદ-૧૩)ના દિને શ્રવણ નક્ષત્રમાં પહેલાં પહોરે ૧૦૦૦ રાજાઓની સાથે છટ્ઠ તપવાળાં પ્રભુએ દીક્ષા સ્વીકારી.
બીજે દિવસે સિદ્ધાર્થ નગરમાં નંદ રાજાને ઘરે પરમાત્રથી પારણું થયું.
કેવલજ્ઞાન : દીક્ષા પછી ૧૧ માસ છદ્મસ્થપણામાં વિહરતા એવા શ્રેયાંસનાથ પ્રભુ હવે દીક્ષા વખતના સહસ્રામ્રવનમાં પધાર્યા. અશોક વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં રત ભગવાનને આખરે ધન્ય ક્ષણે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. સમવસરણ અને તીર્થની સ્થાપના થઇ. ઇશ્વર (મનુજ) નામે યક્ષ અને માનવી (શ્રીવત્સા) નામે યક્ષિણી ઉત્પન્ન થયા. કેવલજ્ઞાન શુભ દિન હતો મહા વદ ૦)), [પોષ વદ-૦))] અને નક્ષત્ર-શ્રવણ હતું. ત્યારે ભગવાનને છઠ્ઠ હતો.
એકદા ભગવાન વિહાર કરતાં કરતાં પોતનપુર નામના નગરમાં પધાર્યા. ત્યાંના રાજા ત્રિપૃષ્ઠ વાસુદેવ હતાં. જે ૨૪ મા તીર્થંક૨ શ્રી મહાવીર સ્વામીના જીવ હતાં અને ત્રણ ખંડ પૃથ્વીના માલિક હતાં. તેઓને આગમનના સમાચાર મળતાં જ તેમણે સમાચાર લાવનારને સાડા બાર કરોડ સોનૈયા આપ્યાં. તાત્કાલિક રાજસિંહાસન પરથી ઊભા થઇ, પાદુકાને ત્યજી, ભગવાનની સન્મુખ ૨-૪ ડગલાં જઇ વંદના કરી. પછી ઠાઠમાઠથી ભગવાનના સમવસરણમાં પધાર્યા અને સમ્યક્ત્વ દૃઢ કર્યું.
નિર્વાણ ઃ કેવલજ્ઞાન થયા પછી ૨ માસ ન્યૂન ૨૧ લાખ વર્ષ ભગવાન ગામોગામ વિહર્યા. મોક્ષકાલ નજીક જાણી સમ્મેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ મુનિઓ સહ ૧ માસનું અનશન પાળી શ્રાવણ વદ-૩ (અષાઢ વદ-૩)ના દિને ધનિષ્ઠા નક્ષત્રમાં ભગવાન શાશ્વત મોક્ષસુખના ભોગી બનવા માટે નિર્વાણ
પામ્યાં.
પરમનું પાવન સ્મરણ
૪૧