________________
માતાને પુષ્પોનાં દોહદ થવાથી “પુષ્પદંત” આવું ભગવાનનું વિશેષણ (કેટલાકને મતે નામ) છે. લોગસ્સ સૂત્રમાં ૯ મા ભગવાનનાં બન્ને નામોની સ્તવના કરી છે. (સુવિહિં ચ મુફદંત).
વિવાહ અને રાજ્ય : યૌવન વય પ્રભુ પામ્યા. ત્યારે માતા-પિતાનાં આગ્રહથી જ અનેક કન્યાઓ સાથે વિવાહ કર્યા. ૫૦,૦૦૦ પૂર્વ પસાર થયાં પછી પિતાની દાક્ષિણ્યતાને લીધે રાજ્યભાર સ્વીકાર્યો. અને ૫૦,૦૦૦ પૂર્વ તથા ૨૮,૦૦૦ પૂર્વાગ જેટલો સમય રાજ્યનિર્વાહ કર્યો. હવે પ્રભુનાં ભોગાવલી કર્મો ક્ષીણ થયાં અને પ્રભુ સંસારત્યાગ માટે ઉત્સુક થયાં.
દીક્ષાઃ લોકાંતિક દેવોએ વ્રતને માટે પ્રભુને વિનંતિ કરી. ભગવાને સાંવત્સરિક દાન આપ્યું. દેવતાઓએ દીક્ષા અભિષેક ઉજવ્યો. સુરપ્રભા શિબિકામાં ભગવાનને બિરાજીત કરી દેવો-માનવો ભગવાનને વહન કરીને સહસ્ત્રાપ્રવનમાં લઇ આવ્યા. માગસર વદ-૬ (કારતક વદ-૬) મૂલ નક્ષત્રમાં આથમતા પહોરે ૧૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠનાં તપવાળા ભગવાને પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા ગ્રહણ કરી સાતમા ગુણઠાણાનો સ્પર્શ કર્યો. મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે જેતપુર નગરમાં પુષ્પ રાજાને ત્યાં ખીરથી પારણું કર્યું.
કેવલજ્ઞાન : બાર માસ સુધી છબસ્થપણે અપ્રમત્તભાવે પ્રભુએ વિહાર કર્યો. વળી પાછાં સહસામ્રવનમાં પ્રભુ પધાર્યા. માલુર વૃક્ષ નીચે છ8 તપ કરીને પ્રતિમામાં ઊભાં રહ્યાં. કારતક સુદ-ત્રીજનાં દિવસે કેવલજ્ઞાન મેળવ્યું. મૂલનક્ષત્ર ત્યારે વર્તતું હતું. ઇન્દ્રોનાં સિંહાસન કંપ્યાં. નીચે આવી કેવલજ્ઞાન મહોત્સવ કર્યો. તીર્થની સ્થાપના થઇ. અજિત યક્ષ, સુતારા યક્ષિણી ઉત્પન્ન થયાં.
નિર્વાણ : પ્રાંતે પ્રભુ સમેતશિખર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે અનશન સ્વીકારી, ૧ માસને અંતે કારતક વદ-૯ (આસો વદ-૯) મૂળનક્ષત્રમાં અવ્યય પદ પામ્યાં. નિર્વાણ મહોત્સવ થયો.
તીર્થ વિચ્છેદઃ શ્રી સુવિધિનાથ પ્રભુનાં નિર્વાણ પછી અમુક કાળ ગયાં પછી હુંડા અવસર્પિણી કાળનાં દોષથી સાધુઓનો વિચ્છેદ થયો. છેવટે લોકો સ્થવિર શ્રાવકોને ધર્મ પૂછવા લાગ્યા. તેઓ ફાવતો સહેલો ધર્મ કહેવા લાગ્યા, અને પૂજા વધતી ગઇ. જેમ જેમ એમની પૂજા વધી, તેમ-તેમ એમનો લોભ વધતો રહ્યો. એથી તૂર્ત નવા કૃત્રિમ શાસ્ત્રો રચ્યા, અને તેમાં વિવિધ જાતના
0
૩૬
જૈન તીર્થકર ચરિત્ર