________________
ફળવાળા દાનો પ્રસિદ્ધ કર્યા. કન્યાદાન, પૃથ્વીદાન, લોહદાન, તિલદાન, કપાસદાન, ગોદાન, સ્વર્ણદાન, રૂપ્યદાન, ગૃહદાન, અશ્વદાન, ગજદાન અને શય્યાદાન વિગેરે દાનોને મુખ્ય ગણાવ્યા. પોતે જ પોતાને દાનને પાત્ર ગણાવ્યા અને બીજાને અપાત્ર કહ્યા. આ બધા જ પછી બ્રાહ્મણ તરીકે પ્રકાશમાં આવ્યા. ‘ઉજ્જડ ગામમાં એરંડ પ્રધાન'ના ન્યાયે તેઓ ગુરૂ બની બેઠા. છે'ક શીતલનાથ ભગવાનનાં તીર્થની સ્થાપના સુધી તેઓનું રાજ ચાલ્યું.
આ રીતે બીજા પણ આગામી છ જિનેશ્વરો શાંતિનાથ ભગવાનસુધીનાં આંતરામાં વચ્ચે વચ્ચે મિથ્યાત્વ પ્રવર્યું અને આ બધા બ્રાહ્મણો ગુરૂ તરીકે પૂજાતા રહ્યા.
પરમનું પાવન સ્મરણ
૩૭