________________
નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ સ્વામી
પૂર્વભવઃ પુષ્કરવર દ્વીપાર્ધમાં પૂર્વ વિદેહ-પુષ્કલાવતી વિજયમાં પુંડરિકીણી નામે નગરી છે, જ્યાં મહાપા રાજા છે. ધર્મ-અર્થ અને કામ આ ત્રિવર્ગને પરસ્પર વ્યવસ્થિત સાચવીને તે રાજ્યનું સંચાલન ચલાવે છે. નિર્મલ શ્રાવકજીવનનું નિર્દોષપણે પાલન કરતાં કરતાં અવસરે શ્રી જગદસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરે છે. એકાવલિ વગેરે ઉગ્ર તપની સાધના કરીને, અરિહંત ભક્તિ આદિ સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મનો બંધ કરે છે આયુષ્ય પૂર્ણ થયે શ્રી વૈજયંત નામનાં અનુત્તર વિમાનમાં દેવ બને છે.
જન્મઃ જેબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કાકંદી નગરીમાં સુગ્રીવ નામે રાજા છે અને નારીનાં ગુણોથી શોભતી રામા નામે રાણી છે. ૩૩ સાગરોપમનું આયુષ્ય સમાપન કરીને ફાગણ વદ-૯ (મહા વદ-૯)ના દિવસે મૂલનક્ષત્રમાં ભગવાન માતાની કુલિમાં પધાર્યા. ત્રણ જગતમાં ઉદ્યોત થયો. માતાએ ૧૪ સ્વપ્નો જોયા. ઇન્દ્રાદિએ ચ્યવન કલ્યાણક ઊજવ્યું. પિતાએ અને પ્રાતઃકાળે બોલાવેલા સ્વપ્નશાસ્ત્રીઓએ સ્વપ્નોનો અર્થ જણાવ્યો. મહાન પુત્રરત્નનો જન્મ થવાના સૂચન કર્યા.
સમય પૂર્ણ થતાં માગસર વદ-૫ (કારતક વદ-૫)ના દિને મૂલ નક્ષત્રમાં મગરનાં ચિહ્નથી લાંછિત શ્વેતવર્ણવાળાં એક પુત્રરત્નને જન્મ આપ્યો. ૫૬ દિકકુમારીઓએ આવી સૂતિકર્મ કર્યું, ૬૪ ઇન્દ્રોએ જન્માભિષેક મનાવ્યો. સવાર પડી અને નગરીમાં પુત્ર-જન્મના મહોત્સવનાં મંડાણ થયાં.
નામ સ્થાપના : ભગવાનનું નામ પુષ્પદંત સુવિધિનાથ હતું. અર્થાત્ પુષ્પદંત એ વિશેષણ છે અને સુવિધિ પદ વિશેષ્ય છે. કેટલાંક લોકો સુવિધિને વિશેષણ કહે છે અને પુષ્પદંતને વિશેષ્ય કહે છે. તેમના મતે સુવિધિ પુષ્પદંત એવું ભગવાનનું નામ છે.) વિધિ વિધાન, વિધાન=ક્રિયા. જેમની ક્રિયાઓ સુંદર છે તે સુવિધિ. આ સામાન્ય કારણ તથા ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યાં ત્યારે માતા દરેક ક્રિયાઓમાં કુશલ થયાં. માટે ભગવાનનું નામ સુવિધિ રાખ્યું. ભગવાનનાં પ્રભાવથી જ દરેક સમસ્યાનું સમાધાન તૂર્તજ માતા આપી દેતા હતાં અને મોગરાંની કળી જેવા દાંત હોવાથી તથા, ગર્ભકાળે પરમનું પાવન સ્મરણ
૩૫ 5