________________
મનોરમા શિબિકામાં બેસી સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં પોષ વદ-૧૩ (માગસર વદ-૧૩)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં દીક્ષા ગ્રહણ કરી. ૧૦૦૦ રાજાઓએ પણ સાથે દીક્ષા લીધી. ભગવાનને ત્યારે છૐ તપનો બીજો દિવસ હતો.
- દ્વિતીય દિને પખંડ નગરમાં સોમદત્ત રાજાને ઘરે પરમાન્ન-ખીરથી ભગવાનનું પારણું થયું. પંચ દિવ્ય થયા. રાજાએ રત્નપીઠ બનાવ્યું.
કેવલજ્ઞાન : ત્રણ માસ છઘસ્થપણામાં વિહાર કરી પ્રભુ ફરીવાર સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં પુણાગ વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરી ઉભા રહ્યા-ત્યારે ફાગણ વદ-૭ (મહાવદ-૭) અનુરાધા નક્ષત્રમાં ભગવાનને કેવલજ્ઞાન થયું. ત્યારે ભગવાનને છઠ્ઠનો તપ હતો. ઇન્દ્રો આવ્યાં. માનવો ઉભરાયાં. સમવસરણ વિરચાયું. તીર્થની સ્થાપના થઇ. વિજય નામે યક્ષ અને ભ્રકુટી નામે યક્ષિણી પ્રભુનાં શાસનદેવતા થયાં.
- નિર્વાણ ઃ ચોત્રીસ અતિશયો સાથે વિહાર કરતા ભગવાન ચોવીશ પૂર્વાગ અને ૩ માસ રહિત એક લાખ પૂર્વ કેવલી પર્યાયને પાળી, અંતે સમેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ મુનિઓ સાથે અનશન સ્વીકાર્યું. ૧ મહિનાનું અનશન પાળી ભાદરવા વદ-૭ (શ્રાવણ વદ-૭) શ્રવણ નક્ષત્રમાં મોક્ષ પામ્યાં.
૩૪
જ
જેને તીર્થંકર ચરિત્ર