________________
'આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામી
પૂર્વભવઃ ધાતકીખંડ દ્વિીપ-પૂર્વ વિદેહ-મંગળાવતી વિજય-રત્નસંચયા નગરીમાં પા નામે રાજા હતો. સંસારમાં રહ્યા રહ્યા અનાસક્તભાવે સમ્યગ્દર્શનનાં આચારોનું સમ્યક પાલન કરતો હતો. એક વખત તેમણે યુગંધર નામનાં ગુરૂ પાસે દીક્ષા લીધી. ઘણા કાળ સંયમ પાળી વીશસ્થાનકમાંથી અમુક સ્થાનોની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં.
જન્મ : જંબૂઢીપ-ભરતક્ષેત્ર-ચંદ્રાનના (ચંદ્રપુરી) નગરીમાં મહાસેન રાજા અને લક્ષ્મણાદેવી રાણી હતાં. ૩૩ સાગરોપમ આયુષ્ય પૂર્ણ કરી પદ્મરાજાનાં જીવે માતાની કુક્ષિમાં નિવાસ કર્યો. ચૈત્ર વદ-પાંચમ (ફાગણ વદપાંચમ) અનુરાધા નક્ષત્રમાં ભગવાનનું ચ્યવન થતા રાત્રે માતાએ ૧૪ સ્વપ્નો જોયાં. દેવોએ ઉજમણું કર્યું. લોકમાં અજવાળું થયું.
પોષ વદ-૧૨ (માગસર વદ-૧૨) અનુરાધા નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે માતાએ ચંદ્રનાં ચિહ્નવાળા શ્વેતવર્ણવાળા બાળકને જન્મ આપ્યો. ૧૬ દિકકુમારીએ સૂતિકર્મ કર્યું. ૬૪ ઇન્દ્રોએ મહોત્સવ મનાવ્યો, અને સવારે રાજાએ નગરીમાં ઉત્સવ ઉજવ્યો.
નામ સ્થાપન : જેમનાં શરીરની પ્રભા ચંદ્ર સમાન છે, તે ચંદ્રપ્રભ કહેવાય. આ સામાન્ય કારણ-(કારણ કે સુવિધિનાથ ભગવાનમાં પણ આ બાબત ઘટે છે). વિશેષથી, ભગવાન માતાના ગર્ભમાં હતા, ત્યારે માતાને ચંદ્રને પી જવાનો દોહદ થયો હતો, જે દોહદ મંત્રીઓએ યુક્તિ દ્વારા પૂરો કર્યો હતો. તેથી આ નામ પડ્યું.
વિવાહ અને રાજ્ય : યૌવન વયમાં માતા-પિતાએ આગ્રહ કરીને ભગવાનનો વિવાહ કરાવ્યો. જન્મથી અઢી લાખ પૂર્વ ગયા પછી રાજ્યભાર સ્વીકાર્યો. અને ચોવીશ પૂર્વીગયુક્ત સાડા છ લાખ પૂર્વ સુધી રાજ્ય સંચાલન ક્યું.
દીક્ષાઃ દીક્ષાની ઇચ્છા કરતાં ભગવાનને જ્યોતિષીઓની જેમ લોકાંતિક દેવોએ આવીને દીક્ષાનો સમય જણાવ્યો. ભગવાને વરસીદાન દીધું. પછી પરમનું પાવન સ્મરણ