________________
દીક્ષાઃ લોકાંતિક દેવોની વિનંતિથી દીક્ષા માટે તત્પર થયેલા ભગવાને વરસીદાન દીધું. વર્ષ પછી ઇન્દ્રો પધાર્યા. મોટા સમૂહની વચ્ચે ભગવાનનો દીક્ષાભિષેક (અંતિમ સ્નાન) કર્યો. પછી મનોહરા નામની દેવનિર્મિત શિબિકામાં બેસી દેવો-ઇન્દ્રોથી વહન કરાતાં પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં જેઠ સુદ૧૩ના દિવસે અનુરાધા નક્ષત્રમાં દિવસનાં નમતા પહોરે (સાંજે) ૧૦૦૦ રાજાઓની સાથે ભગવાને છઠ્ઠ તપનાં બીજા દિવસે દીક્ષા લીધી.
બીજે દિવસે પાટલીખંડ નગરમાં મહેન્દ્ર રાજાને ઘેર પરમાત્રથી પારણું કર્યું. રાજાને ત્યાં પાંચ દિવ્ય થયાં. રાજાએ ત્યાં રત્નમયપીઠ બનાવ્યું.
કેવળજ્ઞાનઃ નવમાસ સુધી પૃથ્વી પર વિહાર કરતાં કરતાં સહસામ્રવનમાં પધાર્યા. શિરીષ વૃક્ષ નીચે પ્રતિમા=કાઉસગ્ગ ધ્યાનપૂર્વક સાધનામાં રહેલા છઠ્ઠ તપવાળા ભગવાનને ફાગણ વદ-છઠ્ઠ (મહા વદ-છઠ્ઠ) વિશાખા નક્ષત્રમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. સમવસરણ રચાયું. તીર્થની સ્થાપના થઇ. માતંગ યક્ષ, શાંતા યક્ષિણી શાસનદેવતા થયા.
નિર્વાણ : કેવલજ્ઞાન પછી નવમાસ વીશ પૂર્વાગજૂન ૧ લાખ પૂર્વ પછી પ્રભુ સમેતશિખર પધાર્યા. ૧ માસનું અનશન કરી. ફાગણ વદ-૭ (મહાવદ૭)ના દિને ૫૦૦ મુનિઓ સાથે મોક્ષમાં પધાર્યા.
વિશેષતા : ભગવાન પ્રથમ સમવસરણમાં બેઠા ત્યારે પૃથ્વીદેવીએ સપનામાં જેવો સર્પ દીઠો હતો, તેવો સર્પ જાણે બીજું છત્ર હોય તેમ પ્રભુનાં મસ્તક પર વિદુર્થો. ત્યાંથી માંડીને તે પ્રભુનાં બીજા પણ સમવસરણોમાં ૧ ફણાવાળો, ૫ ફણાવાળો, અથવા નવ ફણાવાળો નાગ થયેલો હતો. આથી જ અમુક ગામોમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર પણ નાગેન્દ્રની ફણા હોય છે.
A ૩ર
જ
જૈન તીર્થંકર ચરિત્ર