________________
સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ સ્વામી)
પૂર્વભવઃ ધાતકી ખંડની પૂર્વ વિદેહમાં ક્ષેમપુરી નગરીનો રાજા નંદીષેણ હળુકર્મ, ભદ્ર પરિણામી અને સમકિતી છે. ન્યાયમાર્ગ રાજ્યનું પાલન કરે છે. અવસર જાણીને અરિદમન રાજર્ષિ પાસે દીક્ષા લે છે. મહાવ્રતોનું ઉગ્ર પાલન કરતાં વીસમાંથી અમુક સ્થાનકોની આરાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જિત કરે છે. અંત સમયે સમાધિથી કાળ કરી છઠ્ઠા રૈવેયકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
જન્મઃ જંબૂઢીપ-ભરતક્ષેત્ર-કાશીદેશ અને વાણારસી નગરીમાં પ્રતિષ્ઠ નામે રાજા અને પૃથ્વી નામે રાણી હતાં. નંદીષેણનાં જીવે ૨૮ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, ભાદરવા વદ-૮ (શ્રાવણ વદ-૮) અનુરાધા નક્ષત્રમાં માતાની કુલિમાં નિવાસ (ગર્ભ તરીકે ઉત્પન્ન થયા) કર્યો...૧૪ સુપના આવ્યાં. ઇન્દ્રોદેવોએ ચ્યવન કલ્યાણક ઉજવ્યું. ગર્ભની વૃદ્ધિ થતાં માતાએ સપનામાં અનેકવાર એક-પાંચ અને નવ ફણાવાળાં નાગની શય્યા પર પોતાને સૂતેલાં જોયાં.
જેઠ સુદ-૧૨ના દિવસે વિશાખા નક્ષત્રમાં સ્વસ્તિક લાંછનવાળા સુવર્ણવર્ણનાં ભગવાનને જન્મ આપ્યો. પ૬ દિકકુમારીઓએ સૂતિકર્મ કર્યું. ઇન્દ્રોએ જન્મ મહોત્સવ કર્યો. સવારે રાજાએ નગરીને ઉત્સવમય કરી.
નામ સ્થાપન : પાર્થ=દેહનાં પડખાં. જેનાં દેહનાં પડખાં અત્યંત સુંદર છે તે સુપાર્શ્વ. આ સામાન્ય કારણ થયું. તથા ભગવાન માતાના ગર્ભમાં હતાં, ત્યારે રોગયુક્ત પડખાવાળા માતા સુંદર પડખાંવાળી બની, માટે ભગવાનનું નામ વિશેષથી સુપાર્શ્વ સ્થાપ્યું. નામસ્થાપનામાં મતાંતરઃ ભગવાનનાં પિતાનાં બન્ને પાસા કોઢ રોગવાળા હતા, જે ભગવાનની માતાએ હાથ ફેરવ્યાથી નિરોગી અને સુકોમળ બની ગયા.
- વિવાહ અને રાજ્ય : યૌવનવયે માતા-પિતાનાં દાક્ષિણ્યથી પ્રભુએ અનેક રાજપુત્રી સાથે લગ્ન કર્યા. પાંચ લાખ પૂર્વ વિત્યે છતે પિતાએ સોંપેલ રાજ્યભારને ઉપાડી લીધો. વિશ પૂર્વાગ સહિત ચૌદ લાખ પૂર્વ રાજ્ય-સંચાલન કર્યું. પછી પ્રભુનું મન વિરક્ત છે એમ જાણી નવ લોકાંતિક દેવો આવ્યાં.
પરમનું પાવન સ્મરણ
- ૩૧
6