SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પધાર્યા. છઠ્ઠના તપવાળા ભગવાને કારતક વદ-૧૩ (આસો વદ-૧૩)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ૧૦૦૦ રાજાઓની પાસે દીક્ષા લીધી. બીજે દિવસે બ્રહ્મસ્થળ નગરમાં “સોમદેવ” રાજાની પાસે ભીક્ષા ગ્રહણ કરી. પંચ દિવ્ય થયાં. રાજાએ ત્યાં પીઠ બનાવ્યું. કેવલજ્ઞાન : દીક્ષા પછી છ માસ પસાર થયા પછી ભગવાન ફરીથી પોતાના નગરના સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં છઠ્ઠ તપ કરી સ્થિર રહેલાં ભગવાનને ચૈત્ર સુદ-૧૫ના દિવસે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ઇન્દ્રો અને માનવી આવ્યાં. સમવસરણની રચના થઇ. તીર્થની સ્થાપના થઇ. કુસુમનામે શાસનદેવ અને અય્યતા નામે યક્ષિણી શાસનદેવી થયાં. નિર્વાણ કેવલજ્ઞાન થયાં પછી છ માસ અને સોળ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ પસાર થયા બાદ પ્રભુ સમેતશિખરે પધાર્યા. ત્યાં ૧ માસનું અનશન સ્વકારી માગસર વદ-૧૧ (કારતક વદ-૧૧)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ૩૦૮ (મતાંતરે ૧૦૩) સાધુ ભગવંતો સાથે મોક્ષમાં પધાર્યા. દેવ-મનુષ્યોએ નિર્વાણ મહોત્સવ મનાવ્યો. જ ૩૦ જૈન તીર્થકર ચરિત્ર
SR No.023304
Book TitleParamnu Pavan Smaran
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy