________________
'ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી
પૂર્વભવઃ આજ જંબૂઢીપનાં પૂર્વ વિદેહમાં મંગળાવતી વિજયમાં રનસંચય નગરી છે. ત્યાં મહાબલ રાજાએ સમ્યકત્વપૂર્વક રાજ્યસંચાલન કરી છેલ્લે શ્રી વિમલસૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. વીશ સ્થાનકોમાંથી અમુક સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. દીર્ઘકાળ સંયમ પાળી, અનશન લઇ, મૃત્યુ પામી વિજય નામનાં અનુત્તર વિમાનમાં દેવ થયાં.
જન્મઃ જંબૂઢીપ-ભરતક્ષેત્ર-અયોધ્યા નગરીમાં સંવર રાજા થયાં. તેમની સિદ્ધાર્થ રાણીની કુક્ષિમાં વૈશાખ સુદ-૪ના દિવસે અભિજિત્ નક્ષત્રમાં ભગવાનનું ચ્યવન થયું. માતાએ ૧૪ સુપન જોયાં. ઇન્દ્રોએ આવી સ્વપ્નનો અર્થ કહ્યો.
નવમાસ સાડાસાત દિવસ વીત્યે છતે, મહા સુદ-બીજનાં દિવસે અભિજિતુનક્ષત્રમાં વાનરલંછનવાળાં સુવર્ણવર્ણકાંતિમાન બાળકનો જન્મ થયો. પ૬ દિકકુમારી અને ૬૪ ઇન્દ્રોએ જન્મોત્સવ મનાવ્યો. સવારે નગરીમાં ઉત્સવાનંદ ઉજવાયો.
નામસ્થાપન : રૂપ વગેરે ગુણોથી સંપૂર્ણ ત્રિભુવનને અભિનંદે છે, આનંદ પમાડે છે. તેથી જિન અભિનંદન કહેવાય છે. અને વિશેષ કારણ એ કે પ્રભુ ગર્ભમાં હતાં, ત્યારે અત્યંત ભક્તિવાળાં ઇન્દ્ર માતાની વારંવાર સ્તુતિપ્રશંસા કરી. તેથી ભગવાનનું નામ “અભિનંદન” પાડ્યું.
વિવાહ અને રાજ્ય : યૌવનાવસ્થામાં આવેલાં જન્મજાત નિઃસ્પૃહ એવાં ભગવાને માતા-પિતાના આગ્રહથી વિવાહ કર્યા. સાડાબાર લાખ પૂર્વ વીત્યા પછી સંવર રાજાએ રાજ્ય-ગાદી સોંપી પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પ્રભુએ સાડા છત્રીસ લાખ પૂર્વ, આઠ પૂર્વાગ જેટલો સમય રાજ્ય-નિર્વાહ કર્યો.
દીક્ષાઃ અવસરે લોકાંતિક દેવોથી પ્રાર્થના કરાયેલા ભગવાને સાંવત્સરિક દાન દીધું. ૬૪ ઇન્દ્રોએ દીક્ષાભિષેક કર્યો. અર્થસિદ્ધ નામની શિબિકામાં બેસી ભગવાન સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. મહા સુદ-૧૨ના દિવસે અભિજિનક્ષત્રમાં છઠ્ઠ તપવાળાં ભગવાને દીક્ષા લીધી. સાથે ૧૦૦૦ રાજાઓએ દીક્ષા લીધી.
પરમનું પાવન સ્મરણ
)
૨૫