________________
બીજે દિવસે સાકેતપુરનાં રાજા ઇન્દ્રદતે ખીરથી ભગવાનનું પારણું કરાવ્યું. ત્યાં પંચ દિવ્ય થયાં. રાજાએ ત્યાં પીઠની રચના કરી.
કેવલજ્ઞાન અઢાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને ભગવાન અયોધ્યાના સહસ્ત્રાપ્રવનમાં આવ્યાં. છઠ્ઠ તપ કરી રાયણનાં વૃક્ષ નીચે કાયોત્સર્ગ કરીને પોષ સુદી ચૌદસે અભિજિતું નક્ષત્રમાં કેવલજ્ઞાન મેળવ્યું. ૬૪ ઇન્દ્રો આવ્યાં. સમવસરણ રચાયું. તીર્થની સ્થાપના થઇ, યક્ષેશ્વર નામનાં યક્ષ, શાસનદેવ અને કાલિકા નામે યક્ષિણી શાસનદેવી થયાં.
નિર્વાણ કેવલજ્ઞાન મળ્યાં પછી આઠ પૂર્વાગ અને અઢાર વર્ષ જૂન ૧ લાખ પૂર્વ પસાર થયે છતે ભગવાન સમેતશિખરે પધાર્યા. ત્યાં એક હજાર મુનિ સાથે ૧ માસનું અનશન સ્વીકારી. વૈશાખ સુદ-૮ પુષ્ય નક્ષત્રમાં ભગવાન મોક્ષ પામ્યાં.
- ૨૬
*
જૈન તીર્થકર ચરિત્ર