________________
ભગવાનનું “ઋષભ” નામ પડ્યું એનું સામાન્ય કારણ. તેઓ વૃષ-ધર્મથી ભભાવિત થનારાં હતાં. આથી ઋષભ કહેવાયાં. વિશેષ કારણ તે પૂર્વોક્ત છે.
અજિતનાથ ભગવાનનું નામનું સામાન્ય પ્રયોજન એ હતું કે તેઓ ઇન્દ્રિય-કષાય-ગારવ વગેરેથી જીતાયાં ન હતાં. વિશેષ પ્રયોજન કહેવાઇ ગયું છે.
સંભવ” શબ્દ બે શબ્દોથી બન્યો છે. સં-સુખ અને ભવ-થવું. જેમનાં દર્શનથી સર્વજીવોને સુખ થાય છે. તેથી તેમને “સંભવ” કહે છે. પરંતુ, તે રીતે તો દરેક તીર્થકર “સંભવ છે. વિશેષ કારણ એ છે કે ભગવાન ગર્ભમાં અવતર્યા ત્યારથી ચારે દિશામાંથી ધાન્યથી ભરપૂર સાર્થો આપવાને કારણે શ્રાવસ્તી નગરીનો ઘોર દુકાળ નામશેષ થયો. શંબા-નામનાં ધાન્યો વિપુલ પ્રમાણમાં ઉગ્યાં. તેથી માતા-પિતાએ “સંભવ” નામ પાડ્યું.
વિવાહ-રાજ્ય સંચાલન ઃ યૌવનમાં રહેલા ભગવાનને માતા-પિતાએ આગ્રહ કરી અનેક કન્યાઓ પરણાવી અમુક સમય પછી રાજગાદી સોંપી પોતે સંયમમાર્ગે ચાલ્યાં. રાજ્ય કરતાં અને ભોગકર્મ ખપાવતાં ભગવાનને ચાર પૂર્વાગ સહિત ચુમ્માલીશ લાખ પૂર્વ પસાર થયાં.
દીક્ષાઃ એ વખતે લોકાંતિક દેવોથી પ્રાર્થના કરાયેલા ભગવાને સંવત્સરી દાન દીધું. ૬૪ ઇન્દ્રોએ દીક્ષા અભિષેક કર્યો. ભગવાને સિદ્ધાર્થ શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાં પધારી માગસર પૂનમના દિને મૃગશિરનક્ષત્રમાં ચંદ્ર આવતાં દીક્ષા લીધી. સાથે ૧ હજાર રાજાઓ પણ દીક્ષિત થયાં.
ભગવાને ત્યાંથી વિહાર કરીને બીજે દિવસે સુરેન્દ્રદત્ત રાજાને ત્યાં પારણું કર્યું. ત્યાં પંચદિવ્ય થયાં. રાજાએ ત્યાં પીઠ બનાવી.
કેવલજ્ઞાન ઃ ચૌદ વર્ષ સુધી છદ્મસ્થ રીતે વિહરી ભગવાન વળી પાછાં સાવથી નગરીમાં પધાર્યા. આસો વદ-પાંચમના દિવસે મૃગશિર નક્ષત્રમાં છટ્ટ તપવાળાં ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ૬૪ ઇન્દ્રો આવ્યા. સમવસરણ રચાયું. અને તીર્થની ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. ત્રિમુખ યક્ષ શાસનદેવ અને દુરિતારિદેવી શાસનદેવી તરીકે જન્મ્યાં.
નિર્વાણ : દીર્ઘકાળ પર્યત વિહાર કરી અંતે પરિવાર સહિત સમેત શિખર પર્વતે પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે પાદપોપગમન અનશન સ્વીકારી ચૈત્ર સુદ-પાંચમ દિને મૃગશિર નક્ષત્રમાં ભગવાન નિર્વાણ પામ્યાં.
C ૨૪ 6
જૈન તીર્થકર ચરિત્ર