SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી તીર્થંકર-શ્રી સંભવનાથ ભગવાન પૂર્વભવઃ ધાતકી ખંડ દ્વીપના એરવત ક્ષેત્રમાં ક્ષેમપરા નગરી છે. ત્યાં વિપુલવાહન રાજા છે. તે સુયોગ્ય શાસનનું પાલન કરે છે. તે દેવ-ગુરૂનો ઉપાસક સમકિતી છે. એકદા ભવિતવ્યતાને યોગે ભયંકર દુકાળ પડ્યો, ત્યારે રાજા વિચારે છે. “આ સઘળી પૃથ્વીનું મારે આ સમયે રક્ષણ કરવું જોઇએ. પણ શું કરું ? પહોંચી નહીં વળું. પરંતુ સકલ શ્રી ચતુર્વિધ સંઘની તો મારે અવશ્ય રક્ષા કરવી જોઇએ.' એણે રસોઇયાને આજ્ઞા કરી “આજથી સંઘનાં જમ્યાં પછી અવશેષ અન્ન હું જમીશ, માટે મારે માટે રાંધેલું અન્ન મુનિઓને વહોરાવવું, અને બાકીનાં અન્નથી શ્રાવકોને જમાડવાં.” આ રીતે દુકાળ હતો ત્યાં સુધી સર્વસંઘને યથાવિધિ ભોજન પૂરું પાડ્યું. સર્વ સંઘની વૈયાવચ્ચ કરવાથી અને સમાધિ ઉપજાવવાથી તેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અવસરે પોતાના પુત્ર વિમલકીર્તિને રાજ્ય સોંપી સ્વયંપ્રભ નામનાં આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારે વિશે સ્થાનકોની આરાધન વડે તીર્થકર નામકર્મને પુષ્ટ કર્યું. આયુષ્ય ક્ષયે આનત નામનાં નવમા દેવલોકમાં તેઓ દેવ થયાં. જન્મઃ જંબૂદ્વીપમાં શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજા અને સેનાદેવીને ત્યાં રાણીનાં ગર્ભમાં ફા.સુ.૮ને દિવસે મૃગશિર નક્ષત્રમાં પ્રભુનું અવન થયું. ભગવાનની માતાને ૧૪ સ્વપ્ન દેખાયાં. ઇન્દ્ર આવીને સ્વપ્નોનાં અર્થ માતાને કહ્યાં. નવમાસ સાડાસાત દિવસ પસાર થયા પછી માગસર સુદ-૧૪નાં દિવસે મૃગશિરનક્ષત્રમાં ચંદ્ર હતો, ત્યારે અશ્વ લંછનવાળાં પુત્રનો જન્મ થયો. ૫૬ દિક્યુમારિકાઓ અને ૬૪ ઇન્દ્રોએ આવીને મહોત્સવ કર્યો. નામ-સ્થાપનઃ દરેક તીર્થકર ભગવંતનાં નામની પાછળ કારણ હોય છે. એક સામાન્ય કારણ હોય છે. (જ દરેક તીર્થકરને લાગુ પડે છે.) બીજું વિશેષ કારણ હોય છે. (જે કેવલ તે જ તીર્થકરને લાગુ પડે છે.) ઋષભદેવ પરમનું પાવન સ્મરણ - ૨૩ જ
SR No.023304
Book TitleParamnu Pavan Smaran
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy