________________
પ્રભુ આપતા ગયા. “જેને જે જોઇએ તે વસ્તુ પ્રભુ પાસે યાચીને લઇ જવી.” આવી ઘોષણા ૧ વર્ષ સુધી દરરોજ થવાને કારણે સર્વની ઇચ્છા પૂરી કરવા ભગવાન જે સોનૈયા આપતા, તેમાં (સોનાના સિક્કામાં) એક બાજુ ભગવાનની માતાનું અને બીજી બાજુ ભગવાનનાં પિતાનું નામ કોતરેલું હતું.
સોનૈયા ઉપરાંત પણ યાચકની ઇચ્છા મુજબ હાથીઓ, અશ્વો, રથો, આભરણો, વસ્ત્રો, રત્નો, ઊંટો, ખચ્ચરો, મોટા નગરો, ઘણા ગામો, બગીચાઓ, જમીન તથા ધનાદિ ભગવાન આપતાં. એની ગણના કરવી અશક્ય જ હતી, તો પણ અનુમાનથી ઉપરોક્ત સંખ્યા નીકળતી. આ દાન અમીરગરીબ બધાં લેતાં. ૬૪ ઇન્દ્રો પણ લેતાં.
વર્ષીદાનનો હેતુઃ જગતમાં દાનધર્મની મહત્તા સ્થાપિત થાય અને મહાપુરૂષોની દરેક પ્રવૃત્તિ દાનપૂર્વક જ હોય તેથી પ્રભુના ત્યાગધર્મની પણ મહત્તા જગતમાં સ્થાપિત થાય.
વર્ષીદાનનાં પ્રભાવે ઃ ૬૪ ઇન્દ્રોને અંદરોઅંદર કલેશ ન ઉપજે. દાનની ચીજ જો પોતાનાં ભંડારમાં મૂકે, તો ૧૨ વર્ષ ભંડાર અખૂટ રહે, યશ-કીર્તિ વધે. દાન ગ્રહણ કરનારો અવશ્ય ભવ્ય જીવ જ હોય. દાનનાં પ્રભાવે રોગીનાં રોગ ૬માસ સુધી હરાઇ જાય.
વર્ષીદાનનાં છ અતિશયો ૧) જો કે ભગવાન અનંત બલનાં માલિક છે. છતાં પણ ભક્તિને કારણે પ્રભુને શ્રમ ન થાય, માટે દાન આપતી વખતે સૌધર્મેન્દ્ર પ્રભુનાં હાથમાં દ્રવ્ય આપે છે.
૨) ૬૪ ઇન્દ્રો સિવાય બીજા દેવોને દાન લેતા નિવારવા માટે તથા લેનારનાં ભાગ્ય અનુસાર તેનાં મુખમાંથી પ્રાર્થના કરાવવા માટે ઇશાનેન્દ્ર સુવર્ણની યષ્ટિ (દંડ) લઇને પ્રભુ પાસે ઉભા રહે છે.
(૩) પ્રભુના હાથમાં રહેલા સોનૈયામાં માંગનારની ઇચ્છા મુજબ ચમરેન્દ્ર અને બલીન્દ્ર અનુક્રમે ન્યૂનતા અને અધિકતા કરે છે.
૪) ભરત ક્ષેત્રમાં દૂર-દૂર રહેલા મનુષ્યને જો દાન લેવાની ઇચ્છા થાય, તો ભવનપતિઓ તેમને તેડી લાવે છે. ૫) દાન લઇ પાછા ફરનારને વ્યંતરદેવો નિર્વિબપણે સ્વસ્થાને પહોંચાડે છે. - ૨૦
જૈન તીર્થંકર ચરિત્ર