________________
૬) જ્યોતિષ દેવો વિદ્યાધરોને તથા અન્ય મનુષ્યોને દાનનો સમય જણાવે છે.
પ્રભુ જે પરિમિત (નિયત સંખ્યામાં) દાન આપે છે, તે કૃપણતા નથી. પણ લેનારને એવો સંતોષ થાય છે, કે વધુ માંગવાની ઇચ્છા થતી નથી. પ્રભુનું દાન જોઇને લક્ષ્મીની કિંમત ઓછી થઇ જાય છે.
વાર્ષિક દાનને અંતે ઇન્દ્રાસન ચલિત થયું. ૬૪ ઇન્દ્રો નીચે આવ્યાં. દીક્ષાભિષેક કર્યો. ઉત્તમ વસ્ત્રાલંકારો પરિધાન કરાવ્યા. પછી સુપ્રભા નામની શિબિકામાં ભગવાનને આરૂઢ કરાવ્યાં. ભગવાન સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં આવ્યાં. પંચમુષ્ટિ લોચ કરી, વસ્ત્રાલંકારો ત્યાગી, સર્વસાવદ્ય-ત્યાગની પ્રતિજ્ઞા લઇને દીક્ષા ગ્રહણ કરી. તે જ સમયે મન:પર્યવજ્ઞાન પ્રગટ્ય. ઇન્દ્રો ત્યાં ભગવાનને પ્રદક્ષિણા દઇ નંદીશ્વરદ્વીપમાં અઢાઇ મહોત્સવ ઊજવવા લાગ્યાં. સગર રાજાએ ભાવપૂર્વક વંદન કરીને ભગવાનને વિદાય આપી.
ભગવાનનું પારણું : બીજે દિવસે પ્રભુએ બ્રહ્મદત્તરાજાનાં ઘરે પારણું કર્યું. છઠ્ઠ તપનું જ્યાં પારણું ક્ષીરાથી થયું, ત્યાં જ દેવોએ ૧૨ ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરી, દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ કરી, દુંદુભિનો નાદ કર્યો, સુગંધી જળ અને સુગંધી ફૂલોની વૃષ્ટિ કરી, પછી “અહોદાને અહોદાન” આવી ઘોષણા કરી. આ રીતે પ્રભુને પારણું કરાવનારને ત્યાં પાંચ દિવ્ય થતાં હોય છે.
ભગવાનનાં પારણાનો પ્રભાવ : દાનદાતા તત્કાલ અતુલ્ય વૈભવવાળો થાય છે. વધુમાં વધુ ૩ ભવમાં મોક્ષગામી થાય છે, અને પ્રભુને અપાતી ભિક્ષાને જેઓ જુએ છે તેઓ પણ દેવતાઓની જેવા નિરોગી શરીરવાળા થાય છે.
બ્રહ્મદત્ત રાજાએ પ્રભુનાં પગલાંને કોઇ ઓળંગે નહીં, એમ ધારીને એ પગલાં પર રત્નો વડે પીઠ-ઓટલો કરાવી, ત્યાં જિનેશ્વર રહ્યાં છે એમ ધારી ત્રિકાળ પુષ્પાદિથી પૂજવા લાગ્યો. ચંદન-પુષ્પ-વસ્ત્રાદિથી જ્યાં સુધી તે પીઠની પૂજા ન કરી હોય, ત્યાં સુધી સ્વામી નહીં જમેલાં હોવાથી એમની રાહ જોતો હોય તેમ તે ભોજન કરતો ન હતો.
કેવલજ્ઞાન કલ્યાણક ઃ દીક્ષા લીધાં પછી ૧૨ વર્ષ પસાર થયાં, ત્યારે પોષ સુદ-૧૧ના દિવસે રોહિણી નક્ષત્ર વખતે છઠ્ઠ તપવાળાં પ્રભુને ઉજ્જવળ કેવળજ્ઞાન પ્રગટ્યું. ૬૪ ઇન્દ્રો આવ્યાં, સમવસરણની રચના કરી. તીર્થની પરમનું પાવન સ્મરણ - ૨૧