________________
નામ સ્થાપનઃ સ્વજનો-પરિજનોને આમંત્રીને નામકરણ મહોત્સવ મનાવવામાં આવ્યો. મહારાણી વિજયાદેવી કહે-કે “જ્યારથી બાળક ગર્ભમાં આવ્યો છે, ત્યારથી રાજાની સાથે ઘૂતક્રીડામાં ક્યારેય હું હારી નથી.” રાજા જિતશત્રુ કહે “આજુબાજુનાં રાજાઓમાં એક એવી ભાવના ફેલાઇ છે કે જિતશત્રુ રાજાને જીતવો ભારે છે. આ ગર્ભનો જ પ્રભાવ છે.” આમ આ હકીકતોને યાદ કરીને બાળકનું નામ “અજિત' રખાયું. અને ભત્રીજાનું નામ “સગર' રખાયું. આ સગર દ્વિતીય ચક્રવર્તી થયાં.
વિવાહ-રાજ્યપાલન : બાળપણમાં અંગૂઠામાં સ્થાપેલા | રાખેલા અમૃતને ચૂસતાં ભગવાન મોટાં થયાં. તીર્થકરો સ્તનપાન કરતાં નથી.
માતા-પિતાના આગ્રહને વશ થઇને અનેક રાજકન્યાઓ સાથે તેમનું પાણિગ્રહણ થયું. સગર ચક્રવર્તી પણ ભણીને તૈયાર થયાં, અને ઘણી કન્યાઓને પરણ્યાં.
જિતશત્રુ રાજાએ દીક્ષાની ઇચ્છા કરી તો અજિતનાથ પ્રભુએ સુમિત્ર કાકાને રાજ્ય સોપવા કહ્યું. તેમણે દીક્ષાની ઇચ્છા બતાવી તો જિતશત્રુ રાજા કહેઃ “તમારે રાજ્ય ન સ્વીકારવું હોય, તો ભાવ સાધુ થઇને કાલની પ્રતીક્ષા કરો. અજિતનાથ સ્વયં તીર્થકર થશે. એમની પાસે દીક્ષા લેજો.' એ મોટા ભાઇના આદેશથી એમણે તે પ્રમાણે કર્યું. અજિતનાથ રાજા બન્યાં. જિતશત્રુ રાજર્ષિ બની મોક્ષ પામ્યા.
દીક્ષા કલ્યાણક ઃ ૭૧ લાખ પૂર્વ વર્ષ ઘર-વાસમાં રહી જ્યારે પ્રભુ દીક્ષાની વિચારણા કરવા લાગ્યાં, ત્યારે નવલોકાંતિક દેવો આવ્યા અને પ્રભુને દીક્ષાનો કાળ જણાવ્યો. હવે પ્રભુએ વરસીદાન કર્યું. એની પૂર્વે સગરનો રાજ્યાભિષેક કર્યો.
વરસીદાન : આની વ્યવસ્થા દેવો કરે છે. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે તિર્યજંભક દેવોને આદેશ કરવાથી તેઓ ભૂલાયેલાં, ખોવાયેલાં, સ્વામી વિનાના, ઓળખ વિનાના, પર્વતની ગુફામાં રહેલાં, શ્મશાનમાં રહેલાં, અને ભવનોમાં પડેલાં ધનને કે જેના પર કોઇની માલિકી નથી, તેને ઉપાડી લાવે છે. ભગવાન નગરનાં ચાર રસ્તા, ચોક, ત્રિક વગેરે જગાએ બિરાજે છે. “આ બધાં ધનને ગ્રહણ કરવા આવો.” આવી ઘોષણા કરાવે છે. સૂર્યોદયથી માંડી ભોજનનાં સમય સુધી ભગવાન નિરંતર દાન આપતા ગયા. દરરોજ ૧ કરોડ ૮ લાખ સોનૈયા આપતાં આપતાં ૧ વર્ષે ૩૮૮ કરોડ ૮૦ લાખ સોનૈયા
પરમનું પાવન સ્મરણ
ન ૧૯