________________
નીકળી જશે. માત્ર તમે બે જણાં ખાલી યુદ્ધ કરો.” એમ સમજાવટ કરી. દ્રષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ, અને દંડયુદ્ધ આ ચાર યુદ્ધો બે મહારથીઓ વચ્ચે યોજાયા, જેમાં સર્વત્ર બાહુબલીનો વિજય થયો.
અંતે ધૂંધવાયેલા ભારતે ચક્ર છોડ્યું. પરંતુ “વગોત્ર પર ચક્ર ચાલતું નથી.” આ નિયમથી ચકે બાહુબલીને પ્રદક્ષિણા આપી, પાછું ભારત પાસે આવી ગયું. ત્યારે વળતો પ્રહાર કરવા બાહુબલીએ ગુસ્સે થઇને ભારત પર મુઠ્ઠી ઊગામી પરંતુ અચાનક તેમની ખાનદાની જાગી ઉઠી. “મારાથી આ ન થાય.” એમ વિચારી પ્રહાર કરવાનું વાળી દીધું. પરંતુ મુઠ્ઠી નિષ્ફળ ન જવી જોઇએ, માટે એ મુઠ્ઠી માથા પર મૂકી, પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને દીક્ષા લીધી.
“મને કેવલજ્ઞાન મળે પછી ભગવાન પાસે જાઉં. જેથી નાના કેવલજ્ઞાની ભાઇઓને વંદન ન કરવા પડે.” એમ વિચારી તેમણે ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાન કર્યું. ભરત એમની ક્ષમા માંગી પાછા ફર્યા. અને કાઉસગ્ગના ૧ વર્ષ પછી ભગવાને બ્રાહ્મી-સુંદરી બેન સાધ્વીજીઓ દ્વારા ઉપદેશ મોકલાવ્યો. જે સાંભળીને પગ ઉપાડીને ચાલતાં જ બાહુબલીને કેવલજ્ઞાન થયું. થોડા વખત પછી ભરતને પણ આરીસાભુવનમાં જગતની અસારતાને વિચારતાં-કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ.
જૈનેતર સાહિત્યમાં બાષભદેવા વૈદિક તથા બૌદ્ધ સાહિત્યમાં પણ ઋષભનું સવિસ્તર વર્ણન મળે છે.
પુરાણોમાં ઉલ્લેખ છે. કે નાભિની પ્રિયા મરૂદેવાની કુક્ષિમાંથી અતિશય કાંતિવાળા બાળકનો જન્મ થયો. જેનું નામ ઋષભ પાડ્યું. તેણે ધર્મપૂર્વક રાજ્યનું શાસન કર્યું. પોતાનાં પુત્ર ભરતને રાજ્ય સોંપ્યું.
વૈદિક ગ્રંથોમાં ભગવાન ઋષભની સાધનાનું સુંદર વર્ણન છે. ઋગ્વદમાં ભગવાન ઋષભને પૂર્વ જ્ઞાનનાં પ્રતિપાદક તેમજ દુઃખહર્તા કહ્યાં છે. વેદના મંત્રો, પુરાણો, ઉપનિષદોમાં પણ તેમનો ભરપૂર ઉલ્લેખ છે. આ દેશનું ભારત નામ ભરત ચક્રીના નામથી જ પ્રસિદ્ધ થયું છે. માર્કંડેય પુરાણ, કૂર્મપુરાણ, અગ્નિપુરાણ, વાયુમહાપુરાણ, વિષ્ણુપુરાણ વગેરે ગ્રંથોમાં આ વર્ણન જોવું.
બૌદ્ધોનાં ધમ્મપદમાં ઋષભને સર્વશ્રેષ્ઠ વીર કહ્યાં છે.
c ૧૬
6
જૈન તીર્થકર ચરિત્ર