________________
ભાગ
3
વિલાપ કરવા લાગ્યા. તેમને શાંત કરવાં તેમનાં મંત્રીએ કહ્યું: “એમનાં ચરણોની છાપને જોઇ, વાદી આપે એમનાં દર્શન કર્યા છે, એમ માનો.' બાહુબલીએ પ્રભુનાં ચરણબિંબને વંદન કરી, તેને કોઇ ઓળંગે નહીં, માટે રત્નમય પીઠ બનાવી ધર્મચક્ર સ્થાપ્યું. આઠ યોજન વિસ્તારવાળું, યોજન ઊંચુ, સહસ આરાવાળું ધર્મચક્ર શોભી ઉઠ્યું. તેની પૂજા પ્રવર્તાવી.
ભગવાનને કેવલજ્ઞાન :- ભગવાનની દીક્ષાને ૧૦૦૦ વર્ષ વીતી ગયા બાદ ફાગણ વદ-૧૧ (મહા વદ-૧૧)ના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં અયોધ્યા નગરીનાં પુરિમતાલ નામનાં પરામાં શકટમુખ ઉદ્યાનમાં વડના ઝાડ નીચે પ્રતિમામાં રહેલાં અને અઠ્ઠમતપ કરેલા ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ચોસઠ ઇન્દ્રો આવ્યાં. સમવસરણ રચાયું. ભરત મરૂદેવા માતાને હાથીની અંબાડી પર બેસાડી દર્શન કરાવવા લાગ્યા. ત્યાં ઋષભની શોભાને જોઇ વૈરાગ્ય પામેલા મરૂદેવાને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને અંતર્મુહૂર્તમાં મોક્ષનગરીમાં પહોંચી ગયા. ઋષભસેન જે ભારતના પુત્ર હતા, તે પ્રથમ ગણધર થયાં. બ્રાહ્મી સાધ્વીમુખ્ય થયાં. સુંદરી પ્રથમ શ્રાવિકા અને ભરત વગેરે શ્રાવકો થયાં. ભગવાનનાં ૮૪ ગણધરો થયાં. ઋષભસેનનું નામ પુંડરીક ગણધર પણ થયું.
અઠ્ઠાણુ ભાઇઓની દીક્ષા સમ્રાટ ભરત સમગ્ર ભરતક્ષેત્રમાં એકચ્છત્રી ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપીને અયોધ્યામાં આવ્યાં પછી અઠ્ઠાણું ભાઇઓને અધીનતા સ્વીકારવા દૂતો મોકલી આપ્યાં. તે બધાં ભાઇઓ ભેગાં થઇને ભગવાન ઋષભદેવ પાસે ગયાં. “આપે આપેલું રાજ્ય ભરત પડાવી લેવા ઇચ્છે છે. અમને માર્ગદર્શન આપો.” આવું તેમણે ભગવાનને કહ્યું.
ભગવાને કહ્યું, “આ રાજ્ય તો અસ્થાયી સ્વભાવવાળું જ છે. જવા દો એને. એવું મોક્ષનું રાજ્ય મેળવવું, જે મળ્યા પછી ક્યારેય ગુમાવવાનો અવસર ન આવે.” આમ ભગવાનથી પ્રતિબોધ પામેલા ૯૮ ભાઇઓએ દીક્ષા લીધી કેવલજ્ઞાન પામી ભગવાન સાથે વિહરવા લાગ્યાં. ભરતે આવીને એમની ક્ષમા માંગી.
બાહુબલીની દીક્ષા: હવે માત્ર બાહુબલીનું રાજ્ય અધીનતા સ્વીકારવા તૈયાર નથી. ભરતે દૂત મોકલ્યો. તો એણે કહ્યુંઃ યુદ્ધના મેદાનમાં જે બળવાન હશે, એ જીતશે. યુદ્ધ-સંગ્રામ મંડાયો. દેવો નીચે આવ્યા, “પ્રજાનો કચ્ચરઘાણ પરમનું પાવન સ્મરણ A ૧૫ 6