________________
ભગવાનની સાથે કચ્છ-મહાકચ્છ વગેરે ૪૦૦૦ ક્ષત્રિયોએ પણ સંસારત્યાગ કર્યો. ભગવાનને કોઇ ભિક્ષા ધરતું નથી, જ્યારે પોતાનાં આંગણે ભગવાનને જુએ ત્યારે કન્યાઓ, રત્નો, મણિઓ, સોનું વગેરેનું દાન દે, પણ આહારનું દાન ન દે. ‘આહાર કેવી રીતે અપાય ? એ તો હીન કહેવાય' આવું બધા વિચારતાં...તેમાં ભગવાન તો ક્ષુધા પરીષહને સહન કરતાં રહ્યાં, પણ પ્રભુની સાથે વિચરતાં કચ્છ-મહાકચ્છ કંટાળ્યાં. પ્રભુ મોન હતા. પ્રભુ જેવી ચર્યા પાળી શકાય એમ નથી. આખરે તેઓ ગંગાનાં દક્ષિણ કિનારા પાસે રહેલા વનમાં ગયાં. કંદમૂળ-ફળાદિકનો આહાર કરવાં લાગ્યાં, ઝૂંપડીમાં રહેવાં લાગ્યાં. ત્યારથી વનવાસી-જટાધારી-કંદમૂળ-ફલાહારી એવાં તાપસોની પ્રથા આ પૃથ્વી પર શરૂ થઇ.
કચ્છ-મહાકચ્છના નમિ-વિનમિ નામના બે પુત્રોની ભગવાનની સેવાનાં ફળ સ્વરૂપે ધરણેન્દ્ર વૈતાઢ્ય પર્વત પર વિદ્યાધરોની નગરી બનાવી નમિવિનમિને વિદ્યાધર નરેશ બનાવ્યાં. એમને વિદ્યાઓ આપી.
૧
ભગવાન વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર નગરમાં આવ્યાં. બાહુબલિનાં પુત્ર સોમપ્રભ રાજાને પુત્ર શ્રેયાંસકુમાર હતાં. તેમને ભગવાનને જોઇને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનો ચારિત્ર આચાર યાદ આવવાથી ૧ વર્ષ પછી તેનાં હાથે ભગવાનનું પારણું થયું. ભગવાનનાં હસ્તમાં ૧૦૮ ઘડા શે૨ડીનો ૨સ ઠલવાયો. પણ ભગવાનને ક૨પાત્ર-લબ્ધિ હોવાથી એકપણ ટીપું નીચે ન પડ્યું. આમ ભગવાનનું ત્યાં પારણું થયું.. અવસર્પિણીમાં સૌ પ્રથમ વાર સુપાત્રદાન ધર્મ પ્રવર્તો. ભગવાને જે સ્થાને ઊભાં રહી પારણું કર્યું, તેને પવિત્ર જગા માની શ્રેયાંસકુમારે એક રત્નપીઠ બનાવી. ‘આ આદિકર્તાનું મંડળ છે.’ એમ લોકોને કહી, એની પૂજા પ્રવર્તાવી. કાળ જતાં તે પીઠિકા ‘આદિત્ય પીઠ’' નામે પ્રચલિત બની. જે દિવસે ભગવાનનું પારણું થયું, તે દિવસ અક્ષયતૃતીયા કે અખાત્રીજ તરીકે પ્રસિદ્ધ થયો.
ભગવાને બાહુબલીનાં દેશમાં તક્ષશિલા નગરની બહાર ઉદ્યાનમાં સાયંકાળે સ્થિરતા કરી. ઉઘાનપાલકે બાહુબલીને સમાચાર આપ્યાં. એને થયું કે કાલે સવારે વાજતેગાજતે દર્શને જઇશું, પણ સવારે વિશાળ ઠાઠમાઠથી વરઘોડો લઇને જુએ છે, તો ભગવાન વિહાર કરી ગયા હતાં. બાહુબલી
જૈન તીર્થંકર ચરિત્ર
૧૪