________________
ભગવાનનું નિર્વાણ અંતિમ સમય નજીક જાણી ભગવાન દશહજાર સાધુઓ સમેત અષ્ટાપદ પર્વત પર ચડ્યા. અવસર્પિણીના ૩જા આરાના જ્યારે ૩ વર્ષ સાડાઆઠ માસ (૮૯ પખવાડિયા) બાકી હતાં, ત્યારે છ દિવસનું અનશન સ્વીકારીને રહેલા ભગવાને નિર્વાણ પ્રાપ્ત કર્યું. એ વખતે ભારતને એટલું દુઃખ થયું કે ઇન્દ્રની પ્રેરણાથી દુઃખ હળવું કરવાં એણે રૂદન કર્યું. આ અવસર્પિણીમાં સૌથી પહેલી વખત કોઇ રડ્યું. દેવતાઓએ ભગવાનનું નિર્વાણ કલ્યાણક ઉજવ્યું. અગ્નિસંસ્કાર કરીને અસ્થિઓને તથા દાઢાઓને ઇન્દ્રો પોતાના દેવલોકમાં લઈ ગયા. પૂજવા લાગ્યા. ભરત રાજાએ અષ્ટાપદ તીર્થ બનાવ્યું. અષ્ટાપદ તીર્થ કૈલાસ તરીકે પ્રચલિત થયું.
પરમનું પાવન સ્મરણ
ન સ્મરણ
૧૭_
૧૭ :