________________
સાથે જવા લાગ્યો. એક તીર્થની યાત્રા કરી બીજા તીર્થ તરફ જતાં જ રસ્તામાં એમનું અવન થયું અને.. - છઠ્ઠા ભવમાં : જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્બલ નગરમાં સુવર્ણચંઘ રાજા અને લક્ષ્મી રાણીનાં પુત્ર વજજંઘ રૂપે એમનો જન્મ થયો. સ્વયંપ્રભા દેવી પણ તેજ વિજયમાં પુંડરિકીણી નગરીમાં વજસેન રાજા અને ગુણવતી રાણીની પુત્રી શ્રીમતી તરીકે જન્મી. એના પિતા વજસેન રાજા ચક્રવર્તી હતાં. શ્રીમતીને જાતિસ્મરણ જ્ઞાન થયું હોવાથી એણે નિશ્ચય કર્યો કે લલિતાંગ દેવના જીવને જ પરણવું. પછી બન્નેનો મેળાપ પણ થયો.
અન્યદા સંસારત્યાગની ભાવનાવાળાં દંપતી સૂતાં હતાં. સૂતી વખતે મનમાં નિર્ણય કરેલો કે સવારે સંયમ લેવું છે. રાજ્ય પુત્રને સોંપી દેવું છે.. રાજપુત્રને રાજ્ય સોંપી તેઓ અન્યત્ર જઇ પાછા આવ્યા, ત્યારે રાજપુત્રને રાજ્ય છોડવું ઇષ્ટ નહી લાગવાથી પુત્રે એ જ રાતે એમનાં શયનકક્ષમાં ઝેરી વાયુ કર્યો. અને રાજા-રાણી કાળધર્મ પામતાં....
સાતમા ભાવમાં : ઉત્તરકુરુ ક્ષેત્રમાં યુગલિક થયા.
આઠમા ભાવમાં : ૧લા સૌધર્મ દેવલોકમાં પરસ્પર અનુરક્ત દેવતા થયાં.
નવમા ભવમાં જંબૂઢીપનાં મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિવેદ્યના પુત્ર જીવાનંદ નામે વૈદ્ય તરીકે ભગવાનનો જન્મ થયો. તેનાં ચાર મિત્રો હતાં. રાજપુત્ર મહીધર, મંત્રીપુત્ર સુબુદ્ધિ, સાર્થવાહપુત્ર પૂર્ણભદ્ર અને શ્રેષ્ઠીપુત્ર ગુણાકર. શ્રીમતીનો જીવ પણ દેવલોકથી વી શેઠનો પુત્ર કેશવ” નામે થયો.
આ બધાંય મિત્રો એકદા જીવાનંદ વૈદ્યને ઘેર બેઠાં હતાં, ત્યારે ત્યાં ગુણાકર” નામનાં રાજર્ષિ સાધુ ભગવંત વહોરવાં આવ્યાં. તેમને સર્વાગે કૃમિકુષ્ઠ રોગ થયો હતો. જીવાનંદે કહ્યું: ‘લક્ષપાક તેલ, ગશીર્ષ ચંદન અને રત્નકંબલ જો મળી જાય, તો આ મહાત્માનો રોગ હું દૂર કરી દઉં. લક્ષપાક તેલ મારી પાસે છે. બાકીનાં બે નથી.” પાંચ મિત્રો કહેઃ “અમે લાવી આપીશું.” પછી, પાંચ જણાં એ કોઇ દુકાનદાર વણિકને એનો ભાવ પૂક્યો. તો તે કહેઃ “પ્રત્યેકનું મૂલ્ય ૧ લાખ સોનામહોર થાય. પણ તમારે શું કામ છે ?''
જૈન તીર્થકર ચરિત્ર