________________
તેઓએ પ્રયોજન જણાવ્યું. અને “આ યુવાનોને આટલી ઇચ્છા થાય છે, અને હું ઘરડો થયો તો'ય મને સંસાર છૂટતો નથી ?' એમ વિચારી, પછી વણિકે વિના મૂલ્ય ગોશીર્ષ ચંદન + રત્નકંબલ આપ્યાં, અને પોતે દીક્ષા લઇને મોક્ષ પામ્યાં.
હવે ત્રણેય સાધન-સામગ્રી લઇને જીવાનંદ વૈદ્ય આદિ છએ જણાં મુનિભગવંત પાસે આપ્યાં. તેમની ચિકીત્સા કરી નિરોગી કર્યા. પછી બચેલાં ગશીર્ષ અને રત્નકંબલને વેચીને તેનાં બદલામાં મળેલાં સુવર્ણથી તેઓએ જિનમંદિર બનાવ્યું.
છેલ્લે તેમણે દીક્ષા લીધી અનશન લીધું અને કાળધર્મ પામી..
દસમા ભવમાં ઃ બારમા અય્યત દેવલોકમાં ઇન્દ્રનાં સામાયિક દેવ થયાં. ત્યાંથી ચ્યવીને..
અગ્યારમાં ભવમાં : જંબૂઢીપ-પૂર્વમહાવિદેહ-પુષ્કલાવતી વિજયપુંડરિકિણી નગરીમાં વજસેન રાજા ધારિણી રાણીનાં પાંચ પુત્રપણે ક્રમશઃ ઉત્પન્ન થયાં.
જીવાનંદ વૈદ્ય - વજનાભ ચક્રવર્તી, રાજપુત્ર-બાહુ, મંત્રીપુત્ર-સુબાહુ, શ્રેષ્ઠીપુત્ર-પીઠ અને સાર્થવાહપુત્ર-મહાપીઠ નામે ઉત્પન્ન થયો. કેશવનો જીવ અન્ય રાજપુત્ર નામે “સુયશા” ઉત્પન્ન થયો.
વજસેન રાજા તીર્થકર હતાં. એમની દીક્ષા પછી વજનાભ ચક્રી થયાં. તેમણે ચાર ભાઇઓને અલગ અલગ ચાર દેશો આપ્યાં. અને સુયશા-રાજપુત્ર તેમનો સારથિ બન્યો.
અંતે, વજનાભ ચક્રીએ-ચાર ભાઇઓએ અને સુયશા સારથીએ ભગવાન પાસે દીક્ષા સ્વીકારી. ભગવાન વજન નિર્વાણ પામ્યાં. વજનાભ મુનિ વિશાળ પરિવાર સાથે વિહાર કરવા લાગ્યાં. -
અહીં વજનાભ મુનિએ વીશસ્થાનક-પદની આરાધના વિશેષથી કરી. અને તીર્થકર નામકર્મ બાંધ્યું. બાહુ મુનિએ સાધુઓની વૈયાવચ્ચ કરીને ચક્રવર્તીનાં ભોગફળને આપનારું કર્મ ઉપામ્યું. સુબાહુ મુનિએ તપસ્વી મુનિઓની વિશ્રામણા (સેવા) કરીને લોકોત્તર એવું બાહુબળ ઉપામ્યું.
આ બંને મુનિઓની ખૂબ પ્રશંસા થતી સાંભળીને આગમ અધ્યયન
પરમનું પાવન સ્મરણ
૬ ૭
5