________________
અવસરજ્ઞ આચાર્ય ભગવંત પણ બે સાધુને મોકલે છે. ધન સાર્થવાહ એ વખતે ત્યાં હાજર ઘીના ગાડવામાંથી ઘી લઇને સાધુ ભગવંતને વહોરાવે છે, અને એ દાનધર્મ દ્વારા સમકિતની પ્રાપ્તિ કરે છે. પછી આચાર્ય ભગવંતનાં ઉપદેશ શ્રવણાદિ વડે સમ્યકત્વને સ્થિર કરે છે. ત્યાંથી કાળધર્મ પામી...
દ્વિતીય ભવે ? ઉતરકુરુક્ષેત્રમાં યુગલિક રૂપે ઉત્પન્ન થાય છે. તૃતીય ભવેઃ સૌધર્મ નામનાં પ્રથમ દેવલોકમાં દેવ થાય છે. ત્યાંથી
ચોથા ભવેઃ પશ્ચિમ મહાવિદેહમાં ગંધિલાવતી વિજયમાં વૈતાઢ્ય પર્વત પર ગંધાર દેશનાં ગંધસમૃદ્ધિ નગરમાં શતબળ રાજા-ચંદ્રકાંતા રાણીનો પુત્ર મહાબળ નામે વિદ્યાધર રાજા બને છે. ત્યાં એમનો કલ્યાણમિત્ર એક સ્વયંબુદ્ધ નામનો મંત્રી છે, જે રાજાને ધર્મમાં પ્રેરણા કરે છે. બીજા મંત્રીઓ કહે છે, કે અવસર વિના ધર્મની પ્રેરણા કેમ કરો છો ? એનાં ઉત્તરમાં સ્વયંભુદ્ધ મંત્રી જણાવે છે : “હે રાજન્ ! આજે નંદનવનમાં સૂર્ય અને ચંદ્ર જેવાં બે ચારણ મુનિઓનાં દર્શન થયાં. મેં તેઓને વંદન કરી આપનું આયુષ્ય પૂછ્યું તો તેમણે કહ્યું, “રાજાનું આયુષ્ય ફક્ત ૧ માસ બાકી છે. માટે આપને ધર્મની પ્રેરણા કરું છું.'
આ સાંભળી, રાજાએ મંત્રીને ખૂબ ધન્યવાદ કહ્યો અને સંસાર ત્યાગ કરી દીક્ષા લીધી. દિક્ષા પૂર્વે ૮ દિવસનો અષ્ટાનિકા મહોત્સવ કરી, ૨૨ દિવસનું દીક્ષા પછી અનશન સ્વીકારી. બીજા ઇશાન દેવલોકમાં શ્રીપ્રભ વિમાનમાં લલિતાંગ દેવ થયાં. આ પાંચમો ભવ થયો.
પાંચમા ભવમાં લલિતાંગ દેવને સ્વયંપ્રભા નામે દેવી પર ગાઢ સ્નેહ થયો. અન્યદા આયુષ્ય પૂરું થવાથી સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થયું, તો લલિતાંગ વિલાપ કરવા લાગ્યો. તેને દેવી સુખો તુચ્છ ભાસવા લાગ્યાં. ત્યારે સ્વયંબુદ્ધ મંત્રી પણ દીક્ષા લઇને બીજા દેવલોકમાં ઇન્દ્રનાં સામાનિક દઢધર્મા નામના દેવ થયાં હતાં. તેમણે આવીને લલિતાંગ દેવને ઉપદેશ આપ્યો. તથા ઉપાય દ્વારા ફરીથી સ્વયંપ્રભા દેવીનું મિલન કરાવી આપ્યું. તે આ રીતે-અનામિકા નામની કન્યા પાસે અનશન કરાવડાવી, એ સ્વયંપ્રભા તરીકે ઉત્પન્ન થાય છે.
જ્યારે લલિતાંગ દેવનો ચ્યવન કાલ નિકટ આવ્યો, ત્યારે દ્રઢધર્માની પ્રેરણાથી ઇશાનેન્દ્રની સાથે નંદીશ્વર વગેરે તીર્થોની યાત્રા કરવાં તે દેવ પોતાની દેવી
પરમનું પાવન સ્મરણ