________________
જંબુદ્રીપના ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના
પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ
જંબુદ્રીપનાં ભરતક્ષેત્રમાં કે જેની ધરતી પર આપણે જીવી રહ્યાં છીએ...જે ૨૪ તીર્થંક૨ ભગવંતો થઇ ગયાં-કે જેમનાં જીવનચરિત્રને આપણે જોવાનાં છેએમાંના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ હતાં.
શ્રી કલ્પસૂત્રની ટીકામાં તેમનાં પાંચ સાર્થક નામો આ રીતે જણાવ્યાં છે. ૧. વૃષભ ૨. પ્રથમ રાજા ૩. પ્રથમ ભિક્ષાચર, ૪. પ્રથમ જિન, ૫. પ્રથમ તીર્થંકર...આ સિવાય આદ્ય તીર્થંકર હોવાથી “આદિનાથ’' તરીકે પણ તેઓ ગવાયા છે.
પૂર્વભવો ઃ અપાર સંસારચક્રમાં જીવમાત્ર સામાન્યતયા અનંતા ભવો ધારણ કરે છે. ચોવીસ તીર્થંકર ભગવંતોનાં પણ એ રીતે અનંતા પૂર્વભવો હતાં. પરંતુ અહીં તેની ગણત્રી નથી થઇ. જે ભવમાં તેઓ સમ્યગ્દર્શન પામ્યાં, તે ભવને પ્રથમ ભવ ગણી, ત્યારથી દરેક તીર્થંકર ભગવાનના ભવોની ગણતરી કરવામાં આવે છે. એ પરિભાષા મુજબ ઋષભદેવ ભગવાનના ભવો ‘૧૩’ હતાં.
પ્રથમ ભવ ઃ જંબૂહીપ-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગ૨માં ‘ધન’ નામે સાર્થવાહ છે. (જે સ્વયં ભવિષ્યમાં ઋષભદેવ ભગવાન થશે.) એ સાર્થ સાથે ગામોગામ ધરતી પર ફરતો વ્યાપાર કરે છે. એકવાર વસંતપુરમાં જવાની જાહેરાત કરાવે છે. સાથે ઘોષણા કરાવે છે કે જેઓ સાથે આવશે, તેમને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સેંકડો લોકો આ સાંભળીને સાથે જોડાય છે. આચાર્ય શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી પણ પોતાનાં વિશાળ શિષ્ય સમુદાય સહિત સાર્થવાહની અનુજ્ઞા લઇને જોડાય છે.
વર્ષાઋતુમાં સાથે એક સ્થળે રોકાઇ પડ્યો છે. પથિકોની ખાધા-ખોરાકી સમાપ્ત થઇ જવાથી તેઓ કંદ-મૂલ અને ફલ ખાઇને નિર્વાહ કરવા લાગ્યાં છે, ત્યારે ધન સાર્થવાહને સાધુ ભગવંતો યાદ આવે છે. તે તેમની પાસે આવીને ‘પોતે તેમને ભૂલી જ ગયો'' એવો એકરાર કરી ક્ષમા માંગે છે, અને ગોચરીના લાભ માટે વિનંતિ કરે છે.
જૈન તીર્થંકર ચરિત્ર