________________
'તીર્થકરોની સંખ્યા... ભરત ક્ષેત્ર અને એરવત ક્ષેત્રમાં કાલ હંમેશા એક સરખો રહેતો નથી. પરિવર્તનશીલ છે. તેથી ત્યાં અમુક જ સમય એવો આવે છે. જેમાં તીર્થકર જન્મ ધારણ કરી શકે.
તે આ પ્રમાણે-૧૦ કોટાકોટિ સાગરોપમના અવસર્પિણી કાલમાંથી ૪૨૦૦૦ વર્ષ જૂન ૧ કોટાકોટિ સાગરોપમ જેટલો ૪થો આરો, અને તેટલાં જ પ્રમાણના ઉત્સર્પિણી કાલમાંથી તેટલા જ પ્રમાણનો ૩જો આરો તીર્થંકરની ઉત્પત્તિને યોગ્ય હોય છે.
એકધારા કાલની અપેક્ષાએ જોઇએ. તો અવસર્પિણી કાલનાં ૪૨૦૦૦ વર્ષ ન્યૂન ૧ કોટા કોટિ સાગરોપમ જેટલો સમય-૪થો આરો વીત્યા પછી ૮૪૦૦૦ વર્ષ પસાર થયા પછી, પાછો ઉત્સર્પિણીનો ૪૨૦૦૦ વર્ષ જૂન ૧ કોટા કોટિ સાગરોપમ જેટલો સમય આવે છે. ત્યાર પછી વળી પાછો ૧૮ કોટા કોટિ સાગરોપમ જેટલો સમય વીત્યા પછી પાછો અવસર્પિણીનો ૪૨૦૦૦ વર્ષ ન્યૂન ૧ કોટા કોટિ સાગરોપમ નો સમયગાળો આવે છે. તે-તે સમય ગાળામાં તીર્થંકર પ્રભુની હયાતિ હોય છે.
પરંતુ, આટલા ગાળામાં તેવા પ્રકારની લોકસ્થિતિના કારણે ૨૪ જ તીર્થંકર પ્રભુ થાય છે.
જ્યારે, મહાવિદેહ ક્ષેત્રમાં એક સરખો સમાન કાલ છે. (જે ઉત્સર્પિણીનાં ૩જા આરા જેવો, અને અવસર્પિણીનાં ૪થા આરા જેવો છે.) જેથી ત્યાં સતત તીર્થકર ભગવંતોની હાજરી રહી શકે છે.
‘સર્વોત્કૃષ્ટ સંખ્યા, સર્વજઘન્ય સંખ્યા
એક વખતે સર્વ ૧૭૦ સ્થાનોમાં તીર્થંકર પ્રભુ હયાત હોય છે. અને ત્યારે તીર્થકરોની ઉત્કૃષ્ટથી સંખ્યા ૧૭૦ મળે છે. શ્રી અજિતનાથ પ્રભુના કાળમાં આમ હતું.
એક વખતે વર્તમાન સમયે ફક્ત મહાવિદેહ ક્ષેત્રમાં અને પ્રત્યેક મહાવિદેહ ક્ષેત્રની ખૂણાની ૪ વિજયોમાં જ તીર્થંકર પ્રભુ હયાત હોય છે. માટે ત્યારે તીર્થકરોની સંખ્યા ૨૦' મળે છે. (૫ મહાવિદેહ X ૪ તીર્થકર = ૨૦) જેને વિશ વિહરમાન જિન એ નામથી આપણે પૂજીએ છીએ.
જેને તીર્થંકર ચરિત્ર