________________
|| અર્હમ્ ।।
આમુખ
ધર્મ શાશ્વત છે, ધર્મના સિદ્ધાંતો શાશ્વત છે. પરંતુ, તેવાં તેવાં ક્ષેત્ર અને તેવાં તેવાં કાળના પ્રભાવથી શાશ્વત સત્યરૂપ ધર્મ ઢંકાઇ જાય છે. માણસનાં મનમાંથી વિસરાઇ જાય છે. અને તે વખતે તીર્થંકર પ્રભુ અવતરે છે. શ્રી તીર્થંકરો વિશ્વનાં શાશ્વત સત્ય તરફ સકલ જીવસૃષ્ટિનું ધ્યાન ખેંચે છે. અને “જીવો ! આ શાશ્વત સત્ય અથવા ધર્મની સાધના કરો, અને કૃતાર્થ થાઓ.’’ આવું જગતનાં જીવોને જણાવે છે. આને તીર્થની સ્થાપના કહેવાય છે. એ. તીર્થંક૨ પ્રભુની ઉત્પતિના સ્થાનો...
૧. જંબુદ્વીપ ૨. ધાતકીખંડ દ્વીપ અને ૩. અર્ધપુષ્કરવર દ્વીપ...આ અઢીદ્વીપમાં તીર્થંકર પ્રભુની હયાતિ હોઇ શકે.
પ્રત્યેક દ્વીપમાં ૩ કર્મભૂમિ ક્ષેત્રો આવેલા છે. જેમના નામ ભરત ક્ષેત્ર, એરવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્ર છે...
જંબુદ્વીપમાં – ૧ ભરત ક્ષેત્ર, ૧ એરવત ક્ષેત્ર, ૧ મહાવિદેહ ક્ષેત્ર, ધાતકી ખંડ માં-૨ ભરત ક્ષેત્ર, ૨ એરવત ક્ષેત્ર, ૨ મહાવિદેહ ક્ષેત્ર, પુષ્કરાર્ધમાં-૨ ભરતક્ષેત્ર, ૨ ઐરવત ક્ષેત્ર, ૨ મહાવિદેહ ક્ષેત્ર, આમ, અઢીદ્વીપમાં કુલ મળીને ૧૫ કર્મભૂમિ ક્ષેત્ર આવેલાં છે, જ્યાં તીર્થંક૨ પ્રભુ અવતાર ધારણ કરે છે.
મહાવિદેહ ક્ષેત્રમાં ભરત ક્ષેત્ર-ઐરાવત ક્ષેત્ર જેવી છ-છ ખંડની વ્યવસ્થાવાળા બત્રીશ પેટા ક્ષેત્રો છે કે વિજય તરીકે ઓળખાય છે, જે ભરતક્ષેત્ર-એ૨વત ક્ષેત્ર કરતાં પણ વધુ વિશાળ હોય છે. તે પ્રત્યેક વિજયમાં એકએક તીર્થંકર હોઇ શકે છે.
આમ,પ મહાવિદેહ ક્ષેત્રનાં ૧૬૦ વિજયોમાં, અને ૫ ભરતક્ષેત્ર અને ૫ એરવત ક્ષેત્ર, આમ કુલ મળીને વધુમાં વધુ ૧૭૦ તીર્થંક૨ ભગવંતો હોય છે.
પરમનું પાવન સ્મરણ