________________
જે પ્રભુની શ્રાવક દરરોજ માળા ગણતો હોય, જે પરમાત્માની નિત્ય અષ્ટપ્રકારી પૂજા કરતો હોય, પણ તે પરમતારક પરમાત્માની જીવનકથાથી બિસ્કુલ
અજ્ઞાત હોય તો તેની માળા કે પૂજા, ઉલ્લાસ વગરના થતા વાર લાગતી નથી, પણ તે જ પ્રભુનું આખું જીવનચરિત્ર વાંચેલું કે વારંવાર સાંભળેલું હોય તો પૂજા કરતા ખ્યાલ આવે, “અહો ! મારા પ્રભુ આવા મહાન હતા.' | પ્રસ્તુત ગ્રંથ પરમનું પાવન સ્મરણમાં વિદ્વાન મુનિરાજ શ્રી તીર્થબોધિવિજયજી મહારાજ સાહેબે વર્તમાનકાળમાં આ ભરતક્ષેત્રે થયેલ ૨૪ તીર્થંકર પરમાત્માના સંપૂર્ણ જીવન” ને ખૂબ જ સુંદર રીતે વિવેચીત કરેલ છે. પૂર્વાચાર્યો રચિત તીર્થકર ચરિત્રો' તથા પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત “ત્રિષષ્ઠિ-શલાકા-પુરૂષચરિત્ર' આદિ ગ્રંથોનો આધાર લઇ મુનિરાજશ્રીએ ખૂબજ સરળ ભાષામાં તથા સંક્ષિપ્તમાં પણ સર્વ આવરી લીધું છે.
પ્રસ્તુત ગ્રંથમાં મુનિરાજ શ્રી તીર્થબોધિવિજયજીએ ૨૪ તીર્થંકર પરમાત્માના સમ્યક્દર્શનપ્રાપ્તિથી લઇ નિર્વાણ સુધીના માત્ર ભવો જ ન લેતા સાથે સાથે વચ્ચે તત્ત્વજ્ઞાન પણ પીરસ્યું છે. જેમકે પ્રથમ આદિનાથ ચરિત્રમાં ચાર નિક્ષેપાની સમજ, દ્વિતીય અજિતનાથ ચરિત્રમાં વર્ષીદાનના ૬ અતિશય તો નવમાં તીર્થકરના બે નામો (સુવિધિ-પુષ્પદંત)માં વિશેષણ-વિશેષ્યની વાતો પણ જણાવી છે. - આવા તીર્થંકર પરમાત્માના ચરિત્રને વાંચતા-વાંચતા તે પ્રભુમાં રહેલા ગુણો આપણામાં વહેલા કે મોડા અવશ્ય આવશે, કારણ કે પૂ. પાવિજય મ. સ્પષ્ટ કહે છે, “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ’ પણ આ ગ્રંથના વાંચનની શરુઆત કરો તે પહેલા એક 'Little Suggestion' છે. ગ્રંથને માત્ર ને માત્ર વાંચશો જ નહિ, પણ સાથે સાથે વાગોળજો.
"A page digested is better Than a volume hurriedly read."
આ. શ્રી કુલબોધિસૂરિશિષ્ય મુનિ જ્ઞાનબોધિવિજય