________________
Yrdilosa
|| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ||
“બગીચામાં ફૂલ તો ઘણા છે, પણ ગુલાબ તો ગુલાબ જ છે; આકાશમાં તારા તો ઘણા છે, પણ ચંદ્ર તો ચંદ્ર જ છે; દુનિયામાં દેવ તો ઘણા છે, પણ દેવાધિદેવ તો દેવાધિદેવ જ છે, તેમ જિનશાસનમાં અનુયોગ ચાર છે, પણ કથાનુયોગ તો કથાનુયોગ જ છે.”
ફૂલોમાં નંબર વન એટલે ગુલાબ, તારામાં નંબર વન એટલે ચંદ્ર, દેવોમાં નંબર વન એટલે વીતરાગ દેવાધિદેવ,
તો ચાર અનુયોગમાં નંબર વન એટલે કથાનુયોગ... દ્રવ્યાનુયોગ” બૌદ્ધિક જીવોને ઉપકારી બને છે. “ગણિતાનુયોગ” જ્યોતિષાદિ ભણનારાઓને ઉપકારી બને છે. “ચરણકરણાનુયોગ” વૈરાગી આત્માઓને ઉપકારી બને છે પણ “કથાનુયોગ'' ચાહે બોદ્ધિક હોય કે જ્યોતિર્વિદ હોય, વૈરાગી હોય કે અનુરાગી હોય, બાળ જીવથી લઇ પંડિત સુધીના સર્વજીવોને ઉપકારી બને છે. - જિનશાસનમાં “કથાનુયોગ'નું વિશદ સાહિત્ય આજે પણ વિદ્યમાન છે. કોઇપણ જીવને તે-તે ક્ષેત્રમાં આગળ વધવા માટે તે-તે ક્ષેત્રમાં હરણકાળ ભરી આગળ વધી વિજયની વરમાળાને વરેલા જીવોની કથા કહેવામાં આવે તો તે જીવનો ઉત્સાહ વધ્યા વગર રહેતો નથી, તેમ ધર્મના માર્ગે જીવને આગળ વધારવા માટે, ધર્મમાં સ્થિર કરવા માટે જ, મહાપુરૂષોએ ચરિત્રગ્રંથોની રચના કરી હોય છે.
શ્રાવક જીવનમાં પણ આવા ચરિત્રો સાંભળવા કે વાંચવા જોઇએ, આ પાક જ વાત હરરોજ બે ટાઇમ પ્રતિક્રમણ દરમ્યાન વંદિત્તા સૂત્રમાં શ્રાવકો બોલે જ
“ચિર-સંચિય-વાવ-ઘણાસણીઇ, ભવ-સય-સહસ્સ-મહણીએ; ચઉવીસ-જિણ-વિચ્ચિય-કઠાઇ, વોલતું મે દિઅહી.” ગાથા-૪૬