________________
સાધ્વીજી સંઘના મુખ્યા ચંદનબાળાજી, શ્રાવકોમાં પ્રથમ પંક્તિમાં આનંદ, કામદેવ આદિ શ્રાવકો અને શ્રાવિકા સંઘમાં સુલસા, રેવતી વિગેરે સુપ્રસિદ્ધ થયા...તદુપરાંત રાજા શ્રેણિક, દધિવાહન, શતાનિક, ચંડપ્રદ્યોત, ચેટક, ઉદાયન, ઉદાયી આદિ સેંકડો રાજાઓ, અભયકુમાર આદિ મંત્રીઓ, ધન્યકુમાર આદિ શ્રેષ્ઠિઓ આદિ લાખો લોકોએ પ્રભુ વીરના ઉપદેશને સાંભળ્યો, સ્વીકાર્યો, આચર્યો અને ફેલાવ્યો...
શ્રેણિક, સુલસા, રેવતી, ઉદાયી આદિ અનેકોએ પ્રભુ પ્રત્યેના ઉત્કૃષ્ટ સમર્પણના પ્રભાવે ભગવાન બનવા માટે અત્યાવશ્યક તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું....ભગવાનના પોતાના શિષ્ય ૧૪,૦૦૦ સાધુ ભગવંત, ૩૬,૦૦૦ સાધ્વીજી ભગવંત, ૧,૫૯,૦૦૦ શ્રાવકો, ૩,૩૬,૦૦ શ્રાવિકાઓ આદિ વિશાળ-સંખ્યક શ્રદ્ધાળુ, ચુસ્ત આચારયુક્ત અનુયાયી વર્ગ હતો, તો શ્રી ગૌતમસ્વામિજીના ૫૦,૦૦૦ કેવળજ્ઞાની શિષ્ય આદિ અન્ય શિષ્યપરંપરા પણ ખૂબ વિશાળ હતી.
કેવલજ્ઞાન પછી ભગવાન ૩૦ વર્ષ લગાતાર વિચરતા રહ્યા. પ્રભુનાં ૩૦ ચાતુર્માસ અનુક્રમે-રાજગૃહી-વૈશાલી-વાણિજ્ય ગ્રામ-રાજગૃહી-વાણિજ્ય ગ્રામ-રાજગૃહી-રાજગૃહી-વૈશાલી-વાણિજ્ય ગ્રામ-રાજગૃહી-વાણિજ્યગ્રામ
વૈશાલી-વૈશાલી-રાજગૃહી-રાજગૃહી-વૈશાલી-મિથિલા-રાજગૃહી-રાજગૃહી (નાલંદા)-મિથિલા-મિથિલા-રાજગૃહી અને અંતિમ ચાતુર્માસ અપાપાપુરી (પાવાપુરી) નગરીમાં હસ્તિપાલ રાજાની જૂની કચેરીમાં વિતાવ્યો.
સાધનાકાળમાં જાતે બની બેઠેલા શિષ્ય અને પાછળથી પ્રભુજીને છોડી પોતાનો જુદો આજીવક સંપ્રદાય સ્થાપનાર ગોશાલકે તેજોદ્વેષથી તેજોલેશ્યા છોડી. ગુરૂભક્ત સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ સાધુઓએ બલિદાન આપ્યું. પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઇ તેજોલેશ્યા પાછી વળી પરંતુ તેજોલેશ્યાના દાહક પુદ્ગલોની અસરથી પરમાત્માને છ મહિનાના લોહીના ઝાડા થયા, ત્યારે પરમ ગુરૂભક્ત સિંહ અણગારે પ્રભુના આદેશથી રેવતી શ્રાવિકાના ઘરેથી નિર્દોષ ઔષધરૂપ ગોચરી વહોરી, એનાથી પ્રભુનો રોગ શમ્યો. ઉત્કૃષ્ટ અહોભાવપૂર્ણ સુપાત્રદાનથી રેવતીએ તીર્થંકર નામકર્મ બાંધ્યું.
નિર્વાણ : આસો વદ-તેરસે ભગવાને અનશન સ્વીકાર્યું. દરેક તીર્થંકર
૮૬
જૈન તીર્થંકર ચરિત્ર