________________
અનશન પછી મૌન સેવતાં. પરંતુ પ્રભુ ૧૬ પ્રહર - ૪૮ કલાક સુધી અખંડ બોલતાં જ રહ્યાં. પપ અધ્યયન પુણ્ય ફળના કહ્યા, પપ અધ્યયન પાપફળના કહ્યા. ૩૬ અણપૂછાયેલા પ્રશ્નોના ઉત્તરવરૂપ ઉત્તરાધ્યયન કહ્યા. એમ કરતાં કારતક વદ અમાસ કારતક વદ [આસો વદ-0))] આવી. અંતિમ સમવસરણ રચાયું. નવ મલ્લિ ને નવ લિચ્છવી રાજાઓ આવ્યા. પુણ્યપાલ રાજાને આવેલાં ૮ સ્વપ્નોનાં અર્થ કહ્યા. તથા, ગૌતમસ્વામીને અન્યત્ર દેવશર્માને પ્રતિબોધ કરવા મોકલી આપ્યા.
જ્યારે પ્રભુનો નિર્વાણ સમય હતો, લગભગ તેજ સમયે ભસ્મરાશિ નામનો ગ્રહ પ્રભુનાં જન્મનક્ષત્ર ઉત્તરાફાલ્ગણીમાં સંક્રાંત થતો હતો. ઇન્દ્ર પ્રભુને વિનંતિ કરી. “પ્રભો ! એક ક્ષણનું આયુષ્ય લંબાવી દો તો આપની નજર તે ગ્રહ પર પડી જશે અને એના કારણે આપના શાસનને થનારું નુકસાન અટકી જશે.” પ્રભુ કહે “અરિહંતો પણ આયુષ્યને વધારવાની શક્તિ ધરાવતા નથી અને ભવિતવ્યતામાં લખાયેલું ઘટીને જ રહે છે.” અવસરે પ્રભુ શૈલેશી અવસ્થાને પામ્યા. શરીરથી મુક્ત થયા, કર્મોથી મુક્ત થયા, અને શુદ્ધ નિર્મળ આત્મસ્વભાવને પામીને શાશ્વત મોક્ષમાં સ્થિર થયાં.
૧૮ ગણરાજાઓએ ભેગા થઇને વિચાર્યું કે ભાવપ્રકાશ તો ગયો, હવે દ્રવ્યપ્રકાશ કરીએ અને દીવા પ્રગટાવ્યા. એનું અનુકરણ આખી પ્રજાએ કર્યું અને લોકમાં દિવાળી પર્વ ચાલુ થયું.
ભગવાનના નિર્વાણ પછી પવિત્ર રાખને લોકો લેતા જ ગયા. રાખ ન મળી તો માટી લેતા ગયા. આથી ત્યાં મોટો ખાડો પડી ગયો. કાલાંતરે ત્યાં પાણી ભરાયું. જે આજે “જલમંદિર' તરીકે વિખ્યાત છે. કા.સુ-૧ મે ગૌતમસ્વામીને કેવલજ્ઞાન મળ્યું. ત્યારથી નૂતન વર્ષનો પ્રારંભ ગણાયો.
આ અવસર્પિણી કાળમાં આપણા ભરતક્ષેત્રમાં ધર્મતીર્થનું પ્રવર્તન કરી આત્મહિતકર ઉપદેશથી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારા તીર્થકર ભગવંતના ચરિત્રનો આંશિક નિર્દેશ કર્યો છે. વિસ્તારથી જાણવાની રૂચિવાળી જીવો ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર, ચઉપન્ન મહાપુરૂષ ચરિયું તથા દરેક તીર્થકરના અલગ-અલગ ચરિત્રના વિશિષ્ટ ગ્રંથો ઉપલબ્ધ છે તેનો અભ્યાસ કરી પ્રભુ પ્રત્યેના ભક્તિભાવને અંતરમાં વસાવી આત્મહિત સાધો એ જ અભ્યર્થના... પરમનું પાવન સ્મરણ જ ૮૭ ઋ