SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ બની આવેલા. તેમાં ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે ૧૧ બ્રાહ્મણો મુખ્ય હતા. દેવતાઓને સમવસરણમાં જતા જોઇને, કોઇ સર્વજ્ઞ આવ્યા છે-આવા સમાચાર સાંભળતા જ ઇન્દ્રભૂતિ અહંકારથી વાદ કરવા માટે આવ્યા. પરંતુ ભગવાને એમને પ્રેમથી જીતી લીધા. એમની શંકાનું સમાધાન કરી આપ્યું. અને તેમને પોતાના પ્રથમ શિષ્ય બનાવી દીધા. ૧૧ જણા ગણધર થયા. તેમના ૪૪૦૦ શિષ્યોએ પણ સાથે દીક્ષા લીધી. તે ૧૧ ગણધરોએ પ્રભુ પાસેથી “ઉપ્પન્ન ઈ વા, વિગમે છે વા, ધુવે ઇ વા'-આ ત્રિપદી પામીને મહાસાગર જેવી વિરાટ દ્વાદશાંગી બનાવી. આ ૧૨ ગ્રંથો જિનશાસનના મૂળાધાર જેવા છે. તેમાંથી છેલ્લા ૪ ગણધરો બે-બે મળીને બન્નેના ગણને દેશના આપતા હતા, કેમ કે તેમની દ્વાદશાંગી શબ્દથી સંપૂર્ણપણે સમાન હતી. આથી પ્રભુવીરનાં ગણધર ૧૧ હતાં અને ગણ ૯ હતાં. ગણધર શિષ્ય શંકા ૧. ઇન્દ્રભૂતિ પ૦૦ જીવ (છે કે નથી) (ગૌતમ સ્વામી) અગ્નિભૂતિ ૫૦૦ ૩. વાયુભૂતિ ૫૦૦ જીવ/આત્મા એકજ છે કે જુદા ? ૪. વ્યક્ત પાંચ મહાભૂત સુધર્મા જે જેવો હોય, તે તેવો જ થાય ? મંડિત બંધ - છે કે નહીં ? ૭. મોર્યપુત્ર દેવો - છે કે નહીં ? ૮. અકંપિત ૩૦૦ નારકો - છે કે નહીં ? ૯. અલભ્રાતા ૩૦૦ પુણ્યપાપ- છે કે નહીં ? ૧૦. મેતાર્ય ૩૦૦ પરલોક – છે કે નહીં ? ૧૧. પ્રભાસ ૩૦૦ મોક્ષ - છે કે નહીં ? પ્રભુ વીરે ધર્મશાસનની સુદ્રઢતા, સુવ્યવસ્થા અને સુરક્ષા માટે ચાર પ્રકારના સંઘની સ્થાપના કરી. સાધુસંઘના આગેવાન ઇન્દ્રભૂતિ ગૌતમ, કર્મ ૫૦૦ ૫૦૦ ૩૫O ૩૫૦ પરમનું પાવન સ્મરણ ૨ ૮૫
SR No.023304
Book TitleParamnu Pavan Smaran
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy