________________
માનવો ક્યારેક ચોર કે જાસૂસ સમજીને માર મારતા, અપમાનિત કરતા. દેવતાઓ થકી પણ અવારનવાર ઉપસર્ગો થતા રહેતા. આ ઉપરાંત લાઢા વગેરે અનાર્ય ભૂમિમાં ભગવાન વધુ કષ્ટો સહેવા માટે સામેથી ગયા અને અનાર્ય લોકોએ પ્રભુને ખૂબ રંજાડ્યા.
સાધનાકાળમાં સુખાસનમાં (પલાંઠી વાળીને) પ્રભુ ક્યારેય બેઠા નથી. નિરંતર મૌન રહ્યા છે. પ્રભુનો નિદ્રાકાળ ફક્ત ૪૮ મિનિટ છે. ૩૪૯ પારણાના દિવસો છે. સળંગ બે દિવસ આહાર ગ્રહણ કર્યો નથી અને છઠ્ઠથી ઓછા ઉપવાસ પણ પ્રભુએ કર્યા નથી. આ રીતે ૧૨ વર્ષ છ માસ ૧૫ દિવસની દીર્ઘ સાધના પ્રભુની પરિપૂર્ણ થઇ, પ્રભુનાં દરેક ઉપવાસ ચોવિહાર (નિર્જળા) હતા. અને પારણા ઠામચોવિહાર એકાસણા સ્વરૂપ હતા.
પ્રભુવીરના તપનું કોષ્ટક • છ માસી તપ-૧વાર • બે ચાસી તપ-છ વાર - છ માસમાં ૫ દિવસ - દોઢ માસી તપ-બે વાર
ઓછા - ૧ વાર • માસક્ષમણ તપ-૧૨ વાર • ચાર માસી તપ - બે વાર • પાખવાડિક તપ - ૭૨ વાર • ત્રિમાસી તપ - બે વાર • અઠ્ઠમ તપ - ૧૨ વાર • અઢી માસી તપ - બે વાર • છઠ્ઠ તપ - ૨૨૯ વાર. તથા, ભદ્ર-મહાભદ્ર અને સર્વતોભદ્ર પ્રતિમા..
કેવલજ્ઞાન : પરીષહ-ઉપસર્ગોને સહન કરતા પ્રભુ તપથી ભાવિત થતા જંભિકગામની બહાર પધાર્યા. ત્યાં શ્યામક ગાથાપતિના ખેતરમાં ઋજુવાલિકા નદીને કિનારે શાલ વૃક્ષ નીચે ગોદોહિકા આસને બિરાજમાન પ્રભુને સંધ્યાટાણે વૈશાખ સુદ દશમી દિને ઉત્તરાફાલ્ગનિ નક્ષત્રમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
- ૬૪ ઇન્દ્રો આવ્યા. સમવસરણ રચાયું. પરંતુ ક્ષણમાત્ર દેશના આપીને પ્રભુએ મધ્યમ પાવાપુરી તરફ વિહાર કર્યો. પ્રથમ દેશનામાં કોઇને વિરતિના ભાવ ન થવાથી પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ. આ એક અચ્છેરું (આશ્ચર્ય માની ન શકાય તેવી ઘટના) છે.
અપાપાપુરીમાં સોમિલ બ્રાહ્મણનાં યજ્ઞમાં ૫૦૦ બ્રાહ્મણો પુરોહિત
જ ૮૪
6
જૈન તીર્થંકર ચરિત્ર