________________
ત્યારે ઇન્દ્ર વિનંતિ કરી કે “પ્રભુ ! આપનાં કર્મ બહુ કઠિન છે. મને આપની સેવામાં રહેવા દો. જેથી ઉપસર્ગોને ખાળી શકું”. પ્રભુ કહે “હે ઇન્દ્ર ! અરિહંત ક્યારેય બીજાઓના બળ પર સાધના કરતા નથી. પોતાના સામર્થ્યથી જ કર્મોનો ક્ષય કરે છે. માટે સહાયની જરૂર નથી !!”
આચારાંગ સૂત્ર તથા કલ્પસૂત્રમાં ભગવાનની સાધનાનું વિસ્તૃત વર્ણન મળે છે. દીક્ષા પછી તેર માસ સુધી ભગવાનના ખભે દેવદૂષ્ય રહ્યું. પછી પ્રભુ વસ્ત્રરહિત થયા. દીક્ષા સમયે પ્રભુના શરીર પર જે સુગંધિત વિલેપન કરવામાં આવ્યું હતું, તેનાથી આકર્ષાયેલાં ભમરા તથા કીડા શરીર પર ફરતા રહ્યા. લોહી-માંસ ચૂસતા રહ્યા. યુવકો આવી આવીને એ વિલેપન માંગતા ત્યારે ભગવાન મૌન રહ્યા તો યુવકો તેમને કષ્ટ આપી નીકળી ગયા. રૂપ-સૌંદર્યથી તથા વિલેપનથી મોહાયેલી યુવતીઓ એકાંત જોઇને ભગવાનની સામે કામભોગની માંગણી કરતી, પ્રભુ મેરૂવત્ અડોલ રહેતા, ત્યારે તે હારીને કષ્ટ આપી, પાછી વળી જતી. આ બધી તો બહુ સામાન્ય ઘટનાઓ હતી. મુખ્ય ઘટનાઓમાં શૂલપાણિ યક્ષે ઘોર પીડા આપી. કટપૂતના વ્યંતરીએ ભયાનક ઠંડીમાં છરાથી ય ભયંકર પાણીનો વરસાદ વેગપૂર્વક વરસાવ્યો. સુદંષ્ટ્ર દવે ગંગાનદીમાં ભયંકર તોફાન કરી ડબાકવાના પ્રયત્ન કર્યા...સંગમ દેવે સાંભળતાં પણ ધ્રુજારી છૂટી જાય એવા એક રાતમાં ૨૦ ઉપસર્ગ કરી છ મહિના ખૂબ જ ત્રાસ આપ્યો... અનાર્ય દેશના માનવીઓ એ સતત પુષ્કળ પીડાઓ વરસાવી ચંડકૌશિકની અગનજ્વાળા અને ઝેરીલા ડંખને સહન કરી પ્રતિબોધ આપ્યો. ૧૫ દિવસ સાથે રહી સમાધિ આપી...વણમાંગ્યા શિષ્યરૂપે ગોશાળો મળ્યો જેની વિકૃત હરકતોના કારણે પ્રભુજીને ખૂબ સહન કરવાનું આવ્યું..અનેક અવળચંડા મનુષ્યોએ પ્રભુને જાસૂસ આદિ માની ખૂબ હેરાન કર્યા.
પ્રભુએ સાધનાકાળમાં વિશિષ્ટ અભિગ્રહપૂર્વક સાધના કરી, જેમાંથી એક અભિગ્રહ તપ સાડા પાંચ મહિના સુધી ચાલ્યો, જેનું પારણું ચંદનબાળાના હાથે થયું, જે પાછળથી સંઘસ્થાપના સમયે સૌ પ્રથમ સાધ્વીજી થયા.
પ્રભુ નિર્જન ઝૂંપડીમાં, પ્રપા, કુટિરમાં, ખંડેર-ધર્મ શાળામાં, યક્ષાદિના મંદિર કે સ્મશાનમાં નિવાસ કરતાં. ખુલ્લાં શરીર પર બેસતા મચ્છરોને લગીરે ઉડાડતા નહીં. ક્યારેક સાપ-કાગડા-ગીધ પણ તેમને ડંખ દેતા કે ચાંચ મારતા,
પરમનું પાવન સ્મરણ
છ ૮૩
*