________________
આગ્રહ કરવા લાગ્યા. પ્રભુ ના પાડતા રહ્યા. અંતે એકદા એમના ખંડમાં મા ત્રિશલા આવ્યા, અને કહ્યું: “તારી ઇચ્છા ભલે ન હોય. પણ મારી ઇચ્છા રાખવા ખાતર પણ તારે વિવાહ કરવા પડશે.'' અને પોતાના કર્મો જોઇને પ્રભુ મૌન રહ્યાં. તુર્તજ ઘોષણા થઇ. વસંતપુર નગરના રાજા સમરવીરની રાણી પદ્માવતીની પુત્રી યશોદા સાથે વિવાહ થયાં. તેના જમાલિ સાથે લગ્ન થયાં. અને તેને પણ શેષવતી નામે પુત્રી થઇ જે ભગવાની દોહિત્રી થઇ.
દીક્ષા : અઠ્ઠાવીશ વર્ષે પ્રભુના માતાપિતાનો સ્વર્ગવાસ થયો ત્યારે ભાઇ નંદીવર્ધન પાસે પ્રભુએ દીક્ષાની આજ્ઞા માંગી. પરંતુ મોટા ભાઇએ કહ્યુંઃ “માતા-પિતાના વિયોગ તારા યોગથી જ સહ્ય બનશે. એમના વિયોગની સાથે તારો વિયોગ મારાથી સહન નહીં કરાય.'’ આથી ભગવાને કહ્યું: “ભલે, પરંતુ ક્યાં સુધી ?'' અને ૨ વર્ષની મર્યાદા નક્કી થઇ. પછી પ્રભુ ૨ વર્ષ સુધી સંસારમાં રહ્યા. પ્રભુ પોતાના માટે બનાવેલી રસોઇ ન વાપરતા, પરંતુ સેવકો આદિ માટે બનાવેલી નિર્દોષ રસોઇ વાપરતા. અનાસક્ત યોગી તરીકે પ્રભુ સંસારમાં રહ્યા. પછી લોકાંતિક દેવોએ વિનંતિ કરી. પ્રભુએ વર્ષીદાન દીધું. ચંદ્રપ્રભા શિબિકામાં બેસી જ્ઞાતખંડવનમાં અશોક વૃક્ષ નીચે પ્રભુ પધાર્યા અને એકાકી પ્રભુએ દીક્ષા લીધી. બાકી બધાં પ્રભુ અનેકોની સાથે દીક્ષિત થયાં હતાં. પ્રભુ મહાવીર એકલાં દીક્ષિત થયાં. કદાચ તે દૂષિત કલિકાળની ભાવિ પરિસ્થિતિનું સૂચક જ નહોતું જાણે ! તે દિવસ માગસર વદ-૧૦ (કાર્તક વદ-૧૦) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. દિવસનો ત્રીજો પ્રહર.
ઉપસર્ગોની વણઝાર ઃ ભગવાન ત્યાંથી વિહાર કરીને જ્યારે એક મુહૂર્ત જેટલો દિવસ બાકી રહ્યો, ત્યારે કુર્માર ગામ બહાર વૃક્ષ નીચે ધ્યાનમાં રહ્યા. ગોવાળિયો બળદો ભળાવીને ગયો. પાછો આવ્યો ત્યારે બળદો ચરતાં ચરતાં દૂર નીકળી ગયા હતા. ગોવાળિયાએ પ્રભુને પૂછ્યું તો પ્રભુ ધ્યાનના કા૨ણે મૌન રહ્યા. તે શોધવા નીકળ્યો. બળદો ફરતાં ફરતાં પ્રભુની પાસે જ આવી ગયા હતા. ગોવાળીયાએ જોયું. ગુસ્સો આવ્યો, અને જાડું દોરડું વીંઝી ભગવાનને ફટકારવા ધસી ગયો. ઇન્દ્રે એજ વખતે અવધિજ્ઞાનથી જોયું અને ગોવાળીયાને અટકાવી દીધો.
૮૨
જૈન તીર્થંકર ચરિત્ર