SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬) રૂહનોન-પરનો ૩Mહિદ્દે ઃ આજકાલની ચિંતા કરે તે ફેરિયો છે, સાત પેઢીની ચિંતા કરે તે વેપારી છે, આલોક-પરલોકની ચિંતા કરે તે ધર્મી છે પરંતુ ફિકરની ફાકી કરી સ્વમાં મસ્ત રહે તે ભગવાન છે. પોતાના આત્મગુણોની અજબની મસ્તી પ્રભુને એવી લાગી ગઈ છે કે આલોક કે પરલોકની પણ ચિંતા-ફિકર-મમત્વ બધુ ઉતરી ગયું છે. ૨૬) નાવિયમરને નિરવવંશવે : પોતાના અતિનિકટના ગણાતા શરીર કે શરીરનો સાથ જેના કારણે છે તે આયુષ્યકર્મને પણ પરમાત્માએ સાવ ગૌણ ગણી લીધું છે. એટલી ઉત્કૃષ્ટ નિરપેક્ષવૃત્તિ આત્મામાં જાગી ગઈ છે કે જીવન કે મોતનો ય ભેદ હવે પરમાત્માને મન રહ્યો નથી. તેથી જીવનની યાદ નથી, મોતની પરવા નથી. ૨૭) સંસારપાર ITન : વેદોમાં આવતા “અહં બ્રહ્માડસ્મિ' ના નાદ જેવી પારગામિતા હવે પ્રભુ પામી ચુક્યા છે. સંસારના વલણ, સંસારના બંધન અને સંસારના ચકરાવામાંથી પ્રભુ બહાર નીકળી ચૂક્યા છે. ૨૮) Hસત્તનધાયાકાર ભુટ્ટણ : કર્મ મહાશત્રુના નાશ માટે શત્રુપક્ષના બલાબલની, પોતાના બલાબલની, યુદ્ધના સચોટ વ્યુહની જાણકારી જરૂરી હોય છે. જેઓ હવે જીવસટોસટની લડાઇ માટે સજ્જ થઇ ગયા છે. ટૂંક સમયમાં કર્મનો ઘડોલાડવો થઈ જ જવાનો. ૨૬) સાધનાકાળમાં જ પરમાત્મા પાસે વિશ્વમાં અનન્ય એવું જ્ઞાન (અનુત્તર જ્ઞાન) અનુપમ શ્રદ્ધા અને વિલક્ષણ-વિચક્ષણ-સંપૂર્ણ સત્ય દ્રષ્ટિકોણ (અનુત્તર વર્ણન) ઉત્કૃષ્ટતમ પાપત્યાગ અને કર્મનાશની સાધના (અનુત્તર વારિત્ર) એકદમ જ નિર્જન અને આત્મગુણને અબાધક સ્થાનમાં રહેવું (મનુત્તર માન) ઘોર-ઉગ્ર-વિશુદ્ધ પદયાત્રા-વિહાર (નુત્તર વિહાર) મહાપરાક્રમ (નુત્તર વય), અદ્ભુત સરળતા-માયાનો અભાવ (અનુત્તર ભાર્ગવ) ઉચ્ચતમ-નિરાભિમાનિતા (અનુત્તર માર્વત) , પરમાતિપરમ અનાસક્તિ | લઘુતા (અનુત્તર તાધવ) વિશ્વાતિશયી ક્ષમા (નુત્તર વંતી) ઉત્કૃષ્ટ નિર્લોભિતા (નુત્તર મુત્તિ) અનન્ય મન-વચન-કાયાની શુદ્ધિ (મનુત્તર ગુતિ), અદ્ભુત ચિત્તપ્રસન્નતા (નુત્તર તુરિ) અને અદ્ભુત સત્ય-સંયમ-તપ આદિના વિશુદ્ધતમ આચરણ દ્વારા મોક્ષપ્રાપક રત્નત્રયીની આરાધના (નુત્તર વ્ય-સંગતવ-સુરિયસોવિયત્ન-પરિનિવાઈ7) હતી. આવા તીર્થકર જ વિશ્વમાં પરમાત્મા કહેવાને લાયક છે, આવું નથી લાગતું ? આ ૬૩
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy