SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે તેમ પરમાત્માના કર્મમલ પણ નષ્ટ થઇ જવાથી તેમનું આત્મસ્વરૂપ અત્યંત ઉજળું હોય છે. અહીં પ્રભુની પવિત્રતા વ્યક્ત થઇ રહી છે. ૨૦) વસુંધરા ફવ સવ્વાસવિષદે : જેમ પૃથ્વી ઠંડી-ગરમી, ખેડૂતોના હળ, ખાણિયાના વિસ્ફોટ, પર્વતોના ભાર આદિ બધું સહન કરે છે, તેમ ભગવાન પણ તમામ પ્રકારના કષ્ટોને સમતાથી સહન કરી આત્મદ્રવ્યને એકદમ વિશુદ્ધ બનાવનારા છે. અહીં તીર્થંકર દેવોની સર્વોત્કૃષ્ટ સહિષ્ણુતા ઉદાહરણીય બની છે. ૨૧) સુયયાસને વ તેયસા નબંર્ત : સારી રીતે ઘી વગેરે આહુતિ દ્વારા સીંચાયેલો અગ્નિ એકદમ તેજસ્વી હોય છે, તેમ પરમાત્મા જ્ઞાનથી, પ્રભાવથી, પરાક્રમ આદિથી અત્યંત દેદીપ્યમાન હોય છે. અહીં પણ દેવાધિદેવની ઉત્કૃષ્ટતા, શ્રેષ્ઠતા અને દેદિપ્યમાનતા વ્યક્ત થઇ રહી છે. આમ આવી ૨૧ ઉપમાઓ દ્વા૨ા પરમાત્માના ગુણોને પ્રકટ ર્કા પછી કેટલીક ખૂબ અર્થગંભીર બાબતો પરમાત્મા અંગે તે જ કલ્પસૂત્રના આગળના સૂત્રમાં બતાવવામાં આવી છે. ૨૨) વાસીદંવાસનાળષ્મે : કોઇ પોતાને સુથારના ધંધાથી / વાંસડાથી છોલી નાખે કે ચંદનનું વિલેપન કરે. પરમાત્માના મનમાં બન્ને પ્રત્યે સમાનભાવ હોય છે એટલે કે ૫૨માત્મા શત્રુ-મિત્રભાવથી પર બની ગયા છે. જેમ આકાશમાં ખૂબ ઊંચે ઉડતા પક્ષીને મહેલ અને જેલ બધું સરખું જ લાગે તેમ પ્રભુને કષ્ટ આપનારો કે કષ્ટ કાપનારો બન્ને સરખા જ લાગે છે. અહીં પ્રભુનું સમત્વ વ્યક્ત થાય છે. ૨૩) સમતિમળિનેદુવળે : સામે તણખલું હોય કે દુર્લભતમ ને મહાકિંમતી મણી હોય, માટીનું ઢેકું હોય કે સોનાનો પાટ હોય, પરમાત્માને ભૌતિક પદાર્થોમાં હવે કોઇ મૂલ્યવત્તાની બુદ્ધિ રહી જ નથી. જેઓ ભૌતિકતાથી પર થઇને આધ્યાત્મિકતાની ટોચે પહોંચી ગયા છે અને જેઓ કર્મ સામે આત્મસામ્રાજ્યની ખૂંખાર લડાઇ લડી રહ્યા છે તેમને આવા ભૌતિક પદાર્થનું મૂલ્ય અને મહત્તા શું હોય ? ૨૪) સમઝુલુù : શરીરસાપેક્ષ, સામગ્રીસાપેક્ષ, સંબંધ-સાપેક્ષ કે સગવડસાપેક્ષ સુખ-દુઃખની વિચારણા જેમના અંતરમનમાં હવે રહી જ નથી તેવા પરમાત્માને સુખ કે દુઃખ બધું સમાન જ ભાસતું હતું. ૬૨
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy