SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨) કમળ સમાન સુગંધી શ્વાસ – પરમાત્માના ઉચ્છ્વાસ અને નિઃશ્વાસબન્નેમાં વિશ્વના ઉત્તમોત્તમ કમળ કરતાં અનંતગણી વધારે સુગંધ હોય છે. તેથી જ પર્રમાત્માના વિહાર સમયે આસપાસના પુષ્પોની પરાગરજને છોડી ભમરાઓ ૫૨માત્માના શ્વાસોચ્છ્વાસની સુગંધને અનુસરે છે. ૩) ગાયના દૂધની ધારા સમાન શ્વેત અને દુર્ગંધ વિનાના સહજસુંદર માંસ અને લોહી - પરમાત્માના રક્ત અને માંસ પરમ સુવાસથી સમૃદ્ધ હોય છે. જોતા જરાય નફરત તો ન જ થાય, પરંતુ જોવા ગમે તેવા અને અહોભાવયુક્ત આશ્ચર્ય પેદા કરે તેવા હોય છે... જેમ ચંડકૌશિકને પરમાત્માનું શ્વેત રક્ત જોતાં જ અહોભાવયુક્ત આશ્ચર્ય પેદા થયું હતું... અહીં શ્વેતતા (સફેદાઇ) માટે ગાયના દૂધની ધારાની ઉપમા આપી છે તે દોહતી વખતે ગાયના સ્તનમાંથી નીકળતી દૂધની ધારા જાણવી. તે વખતે દૂધ એકદમ સફેદ હોય છે. ત્યારબાદ વાસણનો સ્પર્શ થતા નિર્મળતા ઘટવા લાગે છે. હકીકતમાં ગાયના દૂધ કરતાં પણ અનંતગુણ સફેદ લોહી અને માંસ હોય છે. ૪) આહાર અને નિહારની ક્રિયા અદશ્ય હોય છે-ભોજન, પાણી અને મળ-મૂત્રના ત્યાગની ક્રિયા ચર્મચક્ષુથી જોઇ શકાતી નથી. અવધિજ્ઞાનવાળા વગેરે અતિશયજ્ઞાની જોઇ શકે છે. આ ચારે ચાર અતિશયો જન્મની સાથે જ થઇ જતા હોય છે. માત્ર તીર્થંકર ભગવંતના જીવનમાં જ આ શક્ય બને છે. ૩૯
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy