SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર ભગવંતો ક્યાં હોઇ શકે ? સર્વજ્ઞ ભગવંતના કથન મુજબ મનુષ્યોને રહેવાનું સ્થાન મધ્યલોકમાં છે, બે હાથ કમર પર રાખી બે પગ પહોળા કરી ઊભા રહેલા માણસ જેવો આકાર ધરાવતા ચૌદ રાજલોકમય Universe માં બરાબર મધ્યભાગે થાળા, જેવા આકારનો તથા અસંખ્ય દ્વીપ-સમુદ્રોથી બનેલો મધ્યલોક છે, તેના બરાબર મધ્યમાં અઢીદ્વીપ અને બે સમુદ્ર પ્રમાણનો ૪૫ લાખ યોજનના માપવાળો મનુષ્યલોક આવેલો છે. તેમાં કુલ ૪૫ પ્રકારના ક્ષેત્ર હોય. તેમાંથી ૧૫ પ્રકારની ભૂમિમાં જ ધર્મ-કર્મની વાતો સંભવી શકે છે. (આ બધાની વિશેષ સમજૂતિ માટે જૈન ભૂગોલવિજ્ઞાન પુસ્તક જોવું.) તેથી તેને કર્મભૂમિ કહે છે. જો તીર્થંકર ભગવંત હોય તો આ ૧૫ કર્મભૂમિમાં જ હોઇ શકે. ૫ ભરતક્ષેત્ર, ૫ એવત ક્ષેત્ર અને ૫ મહાવિદેહ ક્ષેત્ર મળીને આ ૧૫ કર્મભૂમિ બને છે. તેમાંથી ભરત અને ઐરવત ક્ષેત્રમાં ક્યારેક જ (અવસર્પિણીના ૩જા-૪થા આરામાં અને ઉત્સર્પિણીના પણ ૩-જા-૪થા આરામાં) તીર્થંકર ભગવંતો હોય છે. ૧૦ કોટાકોટી સાગરોપમના વિરાટકાળમાં તેવી ક્ષેત્રવ્યવસ્થાના કારણે માત્ર ૨૪-૨૪ તીર્થંકર ભગવંતો જ એ ૧૦ ક્ષેત્રમાં થાય છે. જ્યારે પાંચ મહાવિદેહ ક્ષેત્રની દરેકની ૩૨ એટલેકે કુલ ૧૬૦ વિજયોમાં સતત ક્યાંક ને ક્યાંક કેવળજ્ઞાની તીર્થંકર ભગવંતો વિદ્યમાન હોય જ છે. તેથી જઘન્યથી ૧૦ અથવા વીશ તીર્થંકર ભગવંતો મહાવિદેહ ક્ષેત્રમાં કાયમ હોય જ. તે સિવાય કેવળજ્ઞાન વિનાના તીર્થંકર ભગવંતો પણ વિદ્યમાન હોઇ શકે છે... તેથી વિશ્વમાં સતત કોઇને કોઇ તીર્થંકર ભગવંતો સદાય વિદ્યમાન હોય છે... તીર્થંક૨ ભગવંતોની હાજરીથી પાવન થતી અને થયેલી આ કર્મભૂમિને લાખ લાખ વંદન... કર્મભૂમિમાં પણ ૧-૧ ક્ષેત્રમાં ૩૨,૦૦૦ દેશ હોય છે તેમાંથી માત્ર ૨૫ ।। (સાડા પચ્ચીસ) દેશ આર્ય હોય છે, [આર્ય = જ્યાં કરુણાસભર ધર્મને લોકો સ્વીકારતા હોય] તેમાં જ તીર્થંકર પ્રભુ જન્મ લેતા હોય છે. તેમનું વિચરણક્ષેત્ર પણ આર્યભૂમિ જ રહે છે. માત્ર ક્યારેક કોઇક તીર્થંકર પ્રભુ શ્રીમહાવીરસ્વામી પરમાત્માની જેમ સાધનાકાળમાં પોતાના કર્મ ખપાવવા અનાર્યદેશોમાં વિચરે તે અલગ વાત. ધર્મબીજને ઉગવા માટે ફળદ્રુપ અને શ્રી તીર્થંકરોના પગલાથી પાવન એવી આર્યભૂમિને ક્રોડો વંદન... ૧૮
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy