SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Cી તીર્થકર નામકર્મ એટલે શું ? જીવોની શુભ-અશુભ પ્રવૃત્તિથી જે શુભ-અશુભ ફળદાયક તત્ત્વ ઉત્પન્ન થાય છે તે કર્મ કહેવાય છે. કર્મના આધારે જ સમગ્ર વિશ્વની વ્યવસ્થાઓ ચાલે છે. આવા કર્મો મુખ્યત્વે આઠ છે. તેમાંના એક નામકર્મના વિભાગમાં તીર્થકર નામકર્મ નામનું કર્મ આવે છે, જે જીવોએ સહજપણે અથવા ગુરુભગવંતના ઉપદેશથી સત્ય-અસત્ય, સ્વીકારવા લાયક-છોડવા લાયક, હિતકારી-અહિતકારી આદિના ભેદને વાસ્તવિકપણે જાણ્યા છે અથવા જાણનાર-બતાવનાર પ્રત્યે સમર્પણભાવપૂર્વકની શ્રદ્ધા ઊભી કરી છે તેવા સમકિતી જીવો જ તીર્થકરપણાથી આગલા ત્રીજા ભવમાં ઉત્કૃષ્ટ કરૂણા અને વીશસ્થાનક પ્રત્યેના ઉત્કૃષ્ટ અહોભાવ-બહુમાનભાવના બળે તીર્થંકરનામકર્મનો અતિ મજબૂત બંધ કરે છે. તીર્થકર નામકર્મ એટલે સર્વોત્કૃષ્ટ પુણ્ય, તીર્થંકર નામકર્મ એટલે સર્વોત્કૃષ્ટ એશ્વર્ય-સત્તા આદિને આપનારું પુણ્ય.. ગણધર-ચક્રવર્તી આદિ બધા આ જ તીર્થંકર નામકર્મના પેટાવિભાગો છે. કોઇ પણ કર્મના ફળ બે રીતે મળે છે-પ્રદેશોદયથી અને વિપાકોદયથી.. વન-જન્મ-દીક્ષા આદિ વખતે ૧૪ સ્વપ્ન આવવા, ૬૪ ઇન્દ્રોનું નીચે આવવું, પ૬ દિક્કુમારિકા અને ૬૪ ઇન્દ્ર દ્વારા વિશ્વમાં અનન્ય એવો જન્મ મહોત્સવ-આ બધું જ તીર્થંકર નામકર્મનો પ્રદેશોદય છે. સમજવા માટે ઉદાહરણ લઇએ તો સૂર્યના ઉદય પહેલા “પહો ફાટવું-અરુણોદય જે થાય છે તેના તુલ્ય પ્રદેશોદય છે. જ્યારે તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરી-સમવસરણના ત્રીજા ગઢ પર બેસી પરમકરૂણાપૂત રીતે અસ્મલિતપણે દેશના આપે ત્યારે તીર્થકર નામકર્મનો વિપાકોદય થયો કહેવાય. પૂર્વના ત્રીજાભવમાં ભાવેલી “સવિ જીવ કરું શાસનરસી' ની ભાવનાથી બાંધેલ તીર્થકર નામકર્મ સહુને શાસનરસિક બનાવતી ધર્મદેશના આપવા દ્વારા ઉદયમાં આવે છે. - ૧૭
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy