SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અનુગ્રહ યાચના - ૐ હ્રીં શ્રી તીર્થંકર-ગણધરપ્રાસાદાત્ એષ યોગઃ ફલતુ | | તીર્થંકર-ગણધર ભગવંતના પ્રસાદથી એમના અનુગ્રહના માધ્યમથી મોક્ષ તરફ આગળ વધીએ. * ૐ હ્રીં શ્રીં ગુરુતત્ત્વપ્રાસાદાત્ એષ યોગઃ ફલા ! અનંતકાળથી અલગ-અલગ ગુરુ ધાર્યા હતા. તેમાં પ્રતિષ્ઠિત થયેલા ગુરુતત્વનો અનુગ્રહ મેળવતા જઇએ. તેનાથી આપણો આ ધ્યાનયોગ સફળ થાય. અન્ય દર્શનોમાં શક્તિપાતની વાત આવે છે. શક્તિપાત એટલે શક્તિનું વેગથી પડવું. એ વાત જૈનદર્શનમાં નથી. અહીં પંચપરમેષ્ઠીના અનુગ્રહના પ્રસાદની (વરસવાની) વાત છે, જેનાથી સમ્યગ્દર્શનથી માંડીને કેવલજ્ઞાન સુધીના ફળ ઉગી નીકળે છે. જે જે જીવો સાથે અન્યાય, છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ હોય, કર્મવશ-મોહવશ બનીને આપણે તેમને દુઃખ પહોંચાડ્યું હોય તો તે બધા જીવોની માફી માંગવી, “ખામેમિ સવે જીવે, સવે જીવા ખમત્તે મે....' ભૂતકાળમાં જેના અપમંગળની પ્રાર્થના કરી હોય તે બધાનું મંગળ થાઓ. સર્વે જીવો મોક્ષે જાય તેવી પ્રાર્થના કરવી. “શિવમસ્તુ સર્વ જગત....” પ્રાર્થના ર્યા પછી કૈ” કારના નાદથી મેડીટેશનહોલને પંચપરમેષ્ઠીની સાત્વિકતાત્ત્વિક-આધ્યાત્મિક ઊર્જાથી ભરી દેવો. ૧) સામાન્ય પદ્ધતિ - કમર સીધી રાખી, શ્વાસ અંદરમાં પૂરો ભરીને મધ્યમ સ્વરથી ” બોલવું. મો ને સૌથી વધારે લંબાવવો (૯૦% જેટલો) પછી ૧૦% જેટલા શ્વાસથી ’ બોલવો. કૂકારની ઊર્જાને અંદર લઇ તે ઊર્જાને અંદરમાં ફેલાવવી. ઊર્જા અંદરમાં ભરાતી હોય ત્યારે મગજ વાઇબ્રેટ થતું હોય તેવો અહેસાસ થાય. ૨) વિશેષ પદ્ધતિ – મોટેથી મો” બોલવા દ્વારા ૩૦% શ્વાસ બહાર કાઢવો અને ન’ બોલવા દ્વારા ૭૦% શ્વાસ બહાર કાઢવો. શરુઆતમાં મો ને વધારે લંબાવવાનો અને મ’ ને ઓછો લંબાવવાનો, પ્રેકટીસ થયા પછી ન’ને વધારે લંબાવવાનો અને મો‘ને ઓછો લંબાવવાનો. મો’ બોલવાથી શારીરિક શક્તિ ઉત્પન્ન થાય છે પરંતુ ધ્યાન માટે વધારે જરૂરી માનસિક શક્તિ છે. જે મ’ને લંબાવવાથી ઉત્પન્ન થાય છે. “ૐ કારમાં પંચપરમેષ્ઠીની પ્રતિષ્ઠા થયેલી છે. તેમાં તેમની અખૂટ ઊર્જા સમાયેલી છે. તેથી કૂકારના ઉચ્ચારણના માધ્યમથી તેમની ઊર્જાને જેને ધ્યાન માર્ગ
SR No.023297
Book TitleParam Anandnu Mangal Dwar
Original Sutra AuthorN/A
AuthorYashovijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy