________________
અનન્ત વાત્સલ્ય વરસાવનારા, અનન્ત ઉપકારી, અનન્ત કલ્યાણ કરનારા, અનંતા અરિહંતો એકાન્ત, ધ્યાન, મૌન, કાયોત્સર્ગનો જે સાધનામાર્ગ ખેડીને ગયા, આપણા માટે કેડી કંડારતા ગયા, તે માર્ગ ઉપર ચાલીને, તેમના પ્રસાદને મેળવી આપણે તેમની શરણાગતિ સ્વીકારી ધ્યાનમાર્ગે આગળ વધવા પ્રાર્થના કરીએ.
પ્રાર્થના હે અરિહંત ! આપ સર્વજ્ઞ છો,
મારા અજ્ઞાનને આપ ટાળો. આપ સર્વશક્તિમાન છો,
મારી મોહગ્રંથિને આપ ટાળો. આપ સર્વાન્તર્યામી છો,
મને તમારી હાજરીનો અનુભવ થાઓ. આપ સર્વોદયી છો, મને જ્ઞાનમાં ઉદિત કરો
આપ પરમ માંત્રિક છો, મોહથી મારું ઉચ્ચાટન કરો. આપ સર્વક્ષેત્રકાળવ્યાપી છો
આપનો સંપર્ક મને આ જ ઘડીએ થાઓ. આપ શરણાગત વત્સલ છો,
મને શરણ આપો. આપ મારા પરમ આધાર, પરમ પ્રાપ્ય, પરમ પ્રિય, પરમ ગતિ, પરમ હિતેષી, પરમ સખા, પરમ આત્મીય છો.
મને આપની પાસે રાખો.
શરણે અરિહંતદેવ જો રાખો,
સફલ થાયે જન્મ આખો; મુક્તિપુરી પ્રતિ ગમન કરવા,
આ આતમને મળે પાંખો.
પરમ આનંદનું મંગલ દ્વાર
–
૨૩