________________
સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને...' કહીને અનુભૂતિનો મહિમા બતાવતાં ત્યાં કહેવાયું: “હરવ્યો અનુભવ જોર હતો જે, મોહ મલ્લ જગ બાંઠો, પરિ પરિ તેહનાં મર્મ દાખવી, ભારે કીધો ઉપરાંઠો...' મોહને પરાસ્ત કરે છે આત્માનુભૂતિ. - આ અનુભૂતિનું કાવ્યાત્મક વર્ણન ચિદાનન્દીય લયમાં: “વ્યાપક સકલ લખ્યો ઇમ, જિમ નભ મેં મગ લહત ખગી રી...' રાગ-દ્વેષના પાંજરામાંથી મુક્ત થયેલ ચૈતન્ય ચિદાકાશમાં મુક્ત રીતે વિહરે છે. આકાશમાં પંખી ઉડે તેમ. - આ આનંદપૂર્ણ ચૈતન્યને સહર્ષ જોતાં બુદ્ધિ સ્તબ્ધ થઇ જાય છે. “બુદ્ધિ થગી રી.” બુદ્ધિના સીમાડા ત્યાં પૂરા થઇ ગયા ને ! મનોવૃદ્ધચારચિત્તાનિ નહિ...' વિદ્વાનદ્રુપ: શિવોSહમ્ શિવોSB...' આદ્ય શંકરાચાર્યના આ શબ્દોનો જ જાણે કે પ્રતિઘોષ આનંદઘનીય લયમાં આ રીતે મળે :
ના હમ મનસા, ના હમ શબદા, ના હમ તન કી ધરની, ના હમ ભેખ ભેખધર નાંહિ, ના હમ કરતા કરની, ના હમ દરસન, ના હમ ફરસન, રસ ન ગંધ કછુ નાંહિ, આનંદઘન ચેતનમય મૂરત... પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજે પરમતારક શ્રી સુબાહુ જિનની સ્તવનામાં ધ્યાનની પ્રક્રિયાને હૃદયંગમ રીતે ખોલી છેઃ
ધ્યેય સ્વભાવે પ્રભુ અવધારી, દુર્ગાતા પરિણતિ વારી રે, ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે...જ
પ્રભુના નિર્મળ સ્વરૂપને જોતાં, શ્રુતિ અને આંશિક અનુભૂતિના બળ પર એક નિશ્ચય ઉદ્ભવે છેઃ મારું સ્વરૂપ આવું જ છે, અમલ, અખંડ, અલિપ્ત, અત્યારે એ મોહાદિથી આવૃત છે, પણ પડદો હટતાં જ ઝળાંહળાં જ્યોતિનું પ્રાકટ્ય. લક્ષ્ય નક્કી થયુંઃ અમલ, અખંડ, અલિપ્ત સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ.
એ લક્ષ્યબિન્દુ સુધી પહોંચવાનો માર્ગ આવો થશેઃ (૧) મનને આર્ત, રૌદ્ર ધ્યાનમાં જતું રોકવું, (૨) સ્વ-પરિણતિ તરફ જ જ્ઞાનોપયોગને લંબાવવો અને એ રીતે (૩) ધ્યાનની ધારામાં જાતને પ્રવાહિત કરવી.
માર્ગ પણ મઝાનો ! મંઝિલ પણ મઝાની ! પૂજ્યપાદ, ગીતાર્થમૂર્ધન્ય આચાર્ય ભગવત્ત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની ભાવનાનુસારે તેઓ શ્રીમના શિષ્યવૃન્દ દ્વારા પ્રસ્તુત ભુવનભાનુજૈન-પદાર્થ-પરિચય-શ્રેણિના, ધ્યાનમાર્ગના સ્વરૂપને આલેખતા, વિદ્વદ્વર્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજીના આ ગ્રન્થને આવકારતા હું આનંદ અનુભવું છું.
આચાર્ય યશોવિજયસૂરિ, આસો વદ-૧૦, વિ. ૨૦૬૯ આચાર્ય
શ્રી ૐકારસૂરિ આરાધના ભવન સુઇગામ (બનાસ કાંઠા, ગુજરાત). મોહાદિકની ડ્યૂમિ અનાદિની ઉતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હો લાલ.. - શ્રી સુવિધિ જિન સ્તવના, પૂ. દેવચન્દ્રજી મહારાજ.