SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ “આનન્દધન ચેતનમય મૂત” ધ્યાનદશા દ્વારા આત્માનુભૂતિનો આછો સો ઉજાશ રેલાય છે ત્યારે સાધકના અસ્તિત્વમાં જે ઝંકૃતિ પ્રકટે છે તેની મજાની કેફિયત પૂજ્યપાદ ચિદાનન્દજી મહારાજે આ રીતે આપી : ખૂલત કપાટ ઘાટ નિજ પાયો, જનમ જરા મરણ ભીતિ ભગી રી, કાચ શકલ તજ ચિન્તામણિ લે, કુમતિ કુટિલ કે સહજ ઠગી રી.. વ્યાપક સકળ સ્વરૂપ લખ્યો ઇમ, જિમ નભમેં મગ લહત ખગી રી, ચિદાનન્દ આનન્દમય મૂરત, નીરખ પ્રેમભર બુદ્ધિ થશી રી... રાગ-દ્વેષના નિબિડ અંધકારનું આથમવું અને પોતાના સ્વરૂપનો આછો સો ખ્યાલ આવવો. અમરણ ધર્મા પોતે છે એ ખ્યાલ આવતાં જ જન્મ, જરા, મૃત્યુનો ભય ઓસરી ગયો ! “અબ હમ અમર ભયે, ન મરેંગે !' કેવો તો કેફ હોય છે આ દશામાં ! “સમાધિશતક'માં મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ કહે છે: આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ, ઇન્દ્રજાલ કરી લેખવે, મિલે ન તિહાં મન મેલ...' કાચ શકલ તજ...' કુમતિનો પ્રભાવ હટ્યો. દેહમાં જે હું-બુદ્ધિ હતી, તે ગઇ ને ! લાગે કે કાચના ટૂકડાને-ભ્રમણાને છોડીને આત્માનુભૂતિરૂપ ચિન્તામણિ રત્ન મળ્યું. એક સંગોષ્ઠિમાં, આ સન્દર્ભ મેં શ્રોતાવૃન્દને પૂછેલુંઃ ભિન્ન ભિન્ન યોનિઓમાં શરીરોની બદલાહટ થયા કરી છે, આ ખ્યાલમાં હોવા છતાં શરીર જોડે હું કેમ ગૂંથાઇ ગયું છે ? શ્રોતાઓને લાગ્યું કે વાત ઠીક જ હતી. પણ પ્રશ્ન અણસૂલયો જ રહ્યો એમના માટે શા માટે દેહ જોડે હુંની આ સાંઠગાંઠ ? ' કહેલું : next to soul body છે. આત્મા પછી તરત દેહ આવી શકે. આત્મતત્ત્વ ન પકડાય ત્યારે દેહની ખૂટી પર હુને લટકાવવાનું થઇ જાય છે. પણ પછી, વાસ્તવિક હું પકડાતાં આભાસી હું છૂટી જાય છે. | ‘કાચ શકલ તજ ચિન્તામણિ લે...” અનુભૂતિ છે ચિત્તામણિ. એ અનુભૂતિનું “મહિમ્નઃ સ્તોત્રમ્' મહોપાધ્યાય યશોવિજય મહારાજે શ્રીપાળ રાસમાં પ્રસ્તુત કર્યું છે: પાસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગૂઠો, જ્ઞાનમાંહિ તિમ અનુભવ જાણો, તે વિણ જ્ઞાન તે જૂઠો રે. ભગવાન ગૌતમસ્વામીનો અંગૂઠો પાત્રમાં પડે અને ખીર વધ્યા કરે, તેમ જ્ઞાનમાં અનુભવ ભળે તો જ જ્ઞાન વિકસે.
SR No.023297
Book TitleParam Anandnu Mangal Dwar
Original Sutra AuthorN/A
AuthorYashovijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy