SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ છત્રની વિચારણા ] ત્રીજું છત્ર બીજાથી મેટું, એટલે અવળાં છત્રનાં ક્રમને સહેજે બરાબર જન્મ થવા પામે, એટલે સહુ કેઈ ભગવાનનાં માથા ઉપર અવળાં છે જ લટકાવવાનાં છે એવું સ્વીકારે તે સ્વાભાવિક છે અને એના આધારે કેઈ અવળાં છત્રની આકૃતિ ચિતરાવે-કંડારાવે તે પણ સ્વાભાવિક છે. એમાં કરાવનારને ઘણીવાર પિતાનાં ધ્યાનમાં સવળાં-અવળાં બે પ્રકારને ખ્યાલ પણ નથી હોતું એટલે નિર્દોષભાવે પણ અવળાં છત્રની વાત જચી જાય અને ગળે ઉતરી જાય. બીજી પરિસ્થિતિ એ હતી કે આજથી ૪૦ વરસ પહેલાં શિલ્પ એટલે મૂતિઓના ફેટાનું પ્રભાત ઊગ્યું નહોતું તે પછી બજારમાંથી પુસ્તક દ્વારા મૂતિઓના ફટાઓ જેવા જ ક્યાંથી મળે ? એટલે મૂતિશિલ્પની અંદર પથ્થર કે ધાતુનાં સવળાં છત્રો (ભગવાનનાં માથા ઉપર પ્રથમ મોટું એ રીતનાં) ક્યાંથી જેવાં મલે? સાધુઓને વિહાર પણ મર્યાદિત હાય. વ્યક્તિ આખા ભારતમાં ફરી વળે પણ છત્ર જેવાં તરફની દષ્ટિ ન હોય તે છત્ર કેવાં છે એનું પણ ધ્યાન રહે નહીં. એ તે જ્યારે પ્રશ્ન ઊભું થાય ત્યારે જ જોવાનું મન થાય. આ બધા કારણે કઈ વ્યક્તિ વીતરાગસ્તોત્રની ટીકાના આધારે પહેલી નજરે જે અર્થ કરે તે અવળાં છત્રને જ કરે એમાં નવાઈ નથી. બીજી એક અફસની વાત એ છે કે મારા ખ્યાલ પ્રમાણે ત્રણ છત્ર અંગે કઈ ગ્રન્થકારે સ્પષ્ટ રીતે લખ્યું નહીં કે ભગવાન ઉપર ત્રણ છત્ર તમારે આ રીતે સમજવાં.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy