________________
પાર્શ્વનાથજીની ઉપર એક એક મૂતિ છે એટલે ૨૧+૨=૨૩ મૂતિઓ થઈ અને વચલા મૂલનાયક મળી ૨૪ મૂર્તિ થઈ ગઈ.
નોંધ:-@ાવાળા બે ભગવાન કેમ ! તે સમાનતા જાળવવી હોય ત્યારે બીજી બાજુ સુપાર્શ્વનાથ ભગવાનને મૂક પડે, કેમકે વિકલ્પ સુપાર્શ્વનાથને ફણું બતાવવામાં આવે છે.
મૂર્તિને ફેટે જરાક સાઈઝમાંથી લીધે હોવાથી આપણે જમણી બાજુનું અને મૂર્તિની ડાબી બાજુનું ફેટોશિલ્પ દેખાતું નથી પણ હંમેશા સાઈડ બંને સરખી જ હોય છે. મૂર્તિની બંને બાજુએ સાવ છેડે રિવાજ મુજબ મૂકવામાં આવતા હાથી અને ઘેડે બતાવ્યા છે. ભગવાનની નીચેની ગાદીમાં વચમાં (પ્રાયઃ પરિકરદેવી) કઈ દેવી અને બે બાજુ એક એક 'સિંહ મૂકવામાં આવ્યા છે. તેની બંને બાજુએ ઊભી એ દેવકૃતિઓ છે. આ ગાદીની નીચેના ભાગે રિવાજ મુજબ મૂકાતી મૂર્તિ ભરાવનાર શ્રાવક અને શ્રાવિકાની મૂતિ લાગે છે. ભગવાનની જમણી બાજુની આકૃતિ ખંડિત થયેલી હોવાથી દેખાતી નથી જ્યારે ડાબી બાજુની આકૃતિ સ્ત્રીની લાગે છે. ગાદીની નીચેના ભાગે આઠ કે નવ જે આકૃતિઓ છે
1. પ્રાચીનકાળમાં પ્રતિમાજીની નીચે હાથી મૂકવાની પ્રથા ન હતી. માત્ર એકલા સિંહ મૂકવામાં આવતા હતા, તેવું આ વિષયના અભ્યાસીઓએ તારણ કાઢયું છે.
૨. જૂના વખતમાં સાત ગ્રહ અથવા આઠ ગ્રહ મૂકવાની પણ પ્રથા શરૂ થઈ એવું આના અભ્યાસીઓ માને છે.