________________
[ ૮ ] મારી સામે જે હોત તે વિશેષ ખ્યાલ આપી શકાત, ફેટાથી પૂર અને સ્પષ્ટ ખ્યાલ ન મળે. ગામ બહાર જંગલમાં ફેટો લેવાને હતું તેથી મૂતિને પથ્થરની શિલા ઉપર મૂકી છે.
આ પ્રતિમાના માથે ત્રણ છત્ર છે તે જુઓ. અમારી શાસ્ત્રોક્ત ત્રણ છત્ર ની માન્યતાને કે આંખે ઉડીને વળગે એ સ્પષ્ટ-પૂરેપૂરો ટેકે આપી રહ્યાં છે. '
મથુરાની બે પ્રાચીન મૂર્તિઓ * - આમાં બે મૂતિઓ સાથે છાપી છે. કાળા પાષાણની આ બંને મૂર્તિઓ મથુરાના કંકાલી ટીલામાંથી ( વિશાળ ટેકર) નીકળેલી છે. આ બંને ફેટા ફક્ત બંને હાથની પોઝીશનનું સમાજને ખ્યાલ-જ્ઞાન આપવા માટે જ છાપ્યા છે.
છેલ્લાં કેટલાક વર્ષથી આજકાલનાં મૂર્તિ શિલ્પોમાં બંને હાથે ખભાથી લઈ સીધા બતાવાય છે. બંને બાજુનાં બાવડાં ખભાના ખૂણિયાની પેરેલલ લાઈનમાં કમ્મર સુધી બતાવવામાં આવે છે એટલે તાત્પર્ય એ કે પડખાની સાવ બાજુમાં જ હાથો હોય છે પણ ઘણાં પ્રાચીનકાળમાં અને ગુપ્તકાળ વગેરેના સમયમાં બધી મૂર્તિઓમાં હાથ સીધા ઉતારવાની પ્રથા ન હતી પરંતુ ખભાથી બને હાથ વાંકા એટલે પેટથી બંને બાજુ દૂર રહેતા હતા. આના કારણે લગભગ એવું જોવા મળ્યું છે કે આજે જે મૂતિઓ થાય છે તે મૂર્તિઓના હાથના પોચા એટલે હથેલીઓ પદ્માસન વાળેલી પલાંઠીથી બહાર નીકળતા થાય છે તે વખતે પલાંઠીને ભાગ બહાર રહેતા અને હાથ જરા અંદરના ભાગે રહેતા હતા.
આવા હાથવાળી મૂર્તિઓ બાજે ચાણસ્મા વગેરે કોઈકેઈ સ્થળે જેવા મળે છે. અતિ પ્રાચીનકાળમાં આજના જેવું પરિકર થતું ન હતું. તે વખતે જે રીતે થતું હતું તે આપ્યું છે. આ એક પ્રકાર હો.