________________
૧૯૦ એ પૈકી અહીં ફક્ત એક જાણીતા વિદ્વાન આચાર્ય શ્રીમાન મિત્રાનંદસૂરિજીએ મારી ઉપર એ વખતે જે પત્ર લખેલ તે જ અહીં છાખે છે. આ પત્ર પોતે જ લેખક અને લખાણ માટે કે સ્પષ્ટ અભિપ્રાય આપતાં અશોકસાગરજીના પાત્ર માટે શું લખે છે તે વાંચે.
વલ્લભીપુર, જૈન ઉપાશ્રય સાહિત્યકલારત્ન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય થશેદેવસૂરીશ્વરજી મ.સા.ની સેવામાં...
વિ. મિત્રાનંદસૂરિ આદિ ઠાણ ૮ની કેટીશ: વંદનાવલી સ્વીકારશેજી. આપ સપરિવાર સુખશાતામાં હશો. મારા હાથની તકલીફમાં રાહત છે. આજે જેને છાપું હાથમાં આવ્યું. પં. અશેકસાગરજીને લેખ વાં.
આશ્ચર્યઆ તે કાંઈ જવાબ કહેવાય? પિતાની માન્યતાની તરફેણમાં કઈ શાસ્ત્રીય પુરા નથી. કોઈ નક્કર દલીલ નથી. હવામાં બાચકા ભર્યા જેવું છે. ફેટા રજૂ કર્યા છે એ તો ભ્રમજાળ જેવું છે. એ ફોટા છત્રના નથી પણ કમાનના *લામસીના (* શિલ્પાકૃતિ) ફોટા છે. લેખમાં
* લામસને સંસ્કૃતમાં લુંબી કહે છે.
એ મારા લેખને પ્રતિકાર કરનારા પૂ. સાગરજી મહારાજના (આ.શ્રી નરેન્દ્રસાગરસૂરિજી, પં. મુનિશ્રી અશોકસાગરજી અને મુનિશ્રી જિનચંદ્રસાગરજી) ત્રણેય મહાનુભાવ મિત્રમુનિવરોના લખાણના જવાબો અલગ પુસ્તિકા દ્વારા આપવાનું રાખ્યું છે. એથી અહીં વિશેષ લખવાનું ટાળ્યું છે.
દહેરાસરની ભીંત ઉપરના પાટડા નીચેની પથ્થરની શિલ્પાકૃતિના અમારા પંન્યાસજીએ ખાસ ફેટા પડાવી બધે મોકલીને છત્ર તરીકે ખપાવવાને પ્રયત્ન કરી પોતાની ભારોભાર અજ્ઞાનતાનું