________________
૧૮૧
અને પરિકર બનાવેલ છે) તે જ પથ્થરમાં કોતરેલ ત્રણ છત્ર છે તે ત્રણેય એક જ સરખાં છે, નાનાં-મોટાં નથી. આ પ્રતિમાજી પ્રાચીન છે. કમ સે કમ ૧૮૦૦ વરસ જૂનાં હશે. તે ઉપરાંત શ્રી શાંતિનાથ, નેમિનાથ અને ઋષભદેવ ભગવાનની પ્રતિમાઓ છે. તે દરેક ઉપરનાં છત્રો નીચે મોટું અને ઉપર ઉત્તરોત્તર નાનાં એ મુજબ છે.
પટના તીર્થ પટણું સીટીમાં દેરાસર છે. તેમાં નીચે મૂલનાયક શ્રી વિશાલનાથ ભગવાન એક ગભારામાં છે અને બીજો ગભારામાં શ્રી આદીશ્વર ભગવાન મૂલનાયક છે. આ બંનેયના ઉપર પણ ગભારાં છે અને તેમાં લગભગ ૨૦૦૦ વર્ષ પ્રાચીન શ્યામ પથ્થરના પ્રતિમાજી છે. તેમાં આદીશ્વરજી ભગવાનનું પણ છત્ર ઉપર મુજબ જ એટલે નીચેનું મોટું અને ઉપરનાં ક્રમશઃ નાનાં એ મુજબ છે. તે ઉપરાંત આમાં એક પ્રભુજીને એવી રીતે કંડારવામાં આવ્યા છે કે માથાને મુગટ, હાર આદિ આંગી સહિત જ આ પ્રતિમા છે. આવા પ્રતિમાજી આંગી સહિત છત્ર કતરેલાં હોય એવાં મેં તે પહેલી જ વાર જોયાં છે.
શ્રી બિહાર સરીફ કાળા પાષાણનાં પ્રતિમાજી છે. તેમાં પણ નીચેનું છત્ર મેટું, ઉપરનાં ક્રમશઃ નાનાં એ મુજબ છે. તેમાં એક ભગવાન પરિકર સાથે છે, પરંતુ મૂળ ભગવાન પદ્માસને, તે ઉપરાંત જમણે ડાબે કાઉસ્સગ્ગીયા એકેક ભગવાન અને અષ્ટપ્રાતિહાય આ બધું એક જ (અખંડ) પથ્થરમાંથી કોતરવામાં આવેલ છે.
બીજ એક ભગવાન આંગી સાથે કંડારેલા અને પરિકર, સહિત છે. આ પરિકરમાં એકેય બીજા ભગવાન નથી.