________________
૧૭૮
અંગે એક લેખ તે વખતે જ લખવાની ઈચ્છા રાખી હતી. પરંતુ કેટલાક કારણાસર ત્યારે આ મૂર્તિની જાહેરાત પબ્લિકમાં કરવાની ન હતી, એટલે ફાટા સાથે લેખ આપી શકાયા નહીં.
વચલી મૂર્તિનું માથું જુઓ. આજુબાજુની મૂર્તિનુ પણ માથું જુએ. મસ્તકના ભાગ શિલ્પીએ ખરેખર બહુ સુંદર રીતે ઉપસાવ્યા છે. અગાઉના સમયમાં કોઈ ચીવટવાળા આચાર્યાં ખાસ કાળજી રાખીને ભગવાનના ઉષ્ણીષ–માથાના ભાગ ઊંચા કરવાની પ્રેરણા આપતા હશે !
પરિકરની પ્રથા ગુપ્તકાળમાં ( પ્રાચીનકાળમાં ), અને તે પછીના કાળમાં જે રીતે હતી, તે રીતનું પરિકર તે વખતે હતું એટલે બંને હાથની બાજુમાં હાથી સિહ સાથેની ઊભી શિલ્પાકૃતિઓ રહેતી અને મુખની બન્ને બાજુએ છેડે મકરની આકૃતિએ રહેતી, પણ એ શિલ્પ આમાં નષ્ટ થઈ ગયું છે. પાછળ આભામંડળ રહ્યુ છે. નીચેના ભાગે ભગવાનની બેઠક ઉપર પાથરેલું એક વસ્ત્ર છે. તેની બંને બાજુએ ફક્ત સિંહની આકૃતિ બતાવી છે, અને વચ્ચેાવચ્ચ બેહરણ સાથે ધ ચક્ર બતાવ્યું છે. આ મૂર્તિ પધરાવવા માટે આ.ક.ની પેઢી તરફથી એક મંદિર નિર્માણ કરવાની વાતચીત ચાલે છે.
અહીં થેાડી ઐતિહાસિક બાબાના ઈશારા કરું
આજે આપણે ત્યાં ત્રણ તીર્થી, પંચ તીર્થીવાળાં પિરકરાની જે પ્રથા છે તે પ્રાચીનકાળમાં (પ્રાય:) ન હતી. પ્રાચીનકાળમાં તા ફક્ત મુખ્ય એક જ મૂર્તિ રહેતી અને તેને કરતું ગુપ્તકાળની પ્રથા મુજબ ફક્ત છેડા ઉપર ઈન્દ્રોવાળું કે ઈન્દ્રો વિનાનુ` ભામંડળ રહેતુંઅને કોઈ કોઈ સ્થળે ભામ ́ડળની નીચે બંને બાજુ મકરાકૃતિનું શિલ્પ અને જમણા–ડાબા હાથની બાજુમાં જ આજના પરિકરામાં હાય છે એવા બેઠેલા હાથી અને ઊભા સિંહ એવી શિલ્પાકૃતિઓ કરવામાં
આવતી હતી.