________________
અશાક-આસાપાલવ ]
[ ૧૩૫
અવકાશ છે. એથી એવું અનુમાન પણ કરી શકાય કે તે કાળે કદાચ તે વૃક્ષે મોટાં કદવાળાં હોય,
એક ખુલાસા—મારા હસ્તક તૈયાર થએલ આંતર્રાષ્ટ્રીય ગ્રન્થ તરીકે ઓળખાવવામાં આવતા ભગવાન શ્રી મહાવીરનાં સચિત્ર ચિત્રસ`પુટમાં ત્રીસ નંબરના સમવસરણના ચિત્રમાં શાલ નામના ચૈત્યવૃક્ષના ઉપરના થોડા ભાગ કમનસીબે કપાઈ જવા પામ્યા છે. આમ કેમ બનવા પામ્યું તે હું ય સમજી શકતા નથી. આ એક ખૂચ્યા કરે એવી ખામી રહી જવા પામી હતી, પણ ચિત્રસંપુટની નવી બહાર પડનારી ત્રીજી આવૃત્તિના ચિત્રમાં થે સુધારો કર્યાં છે જેથી શાલવૃક્ષ થેાડુ દેખાય છે.
૨૪ તીથ કરાનાં ચૈત્યવૃક્ષાનાં વિશિષ્ટ પ્રકારનાં આયેાજનપૂર્ણાંકનું એક કલ્પનાચિત્ર મારા મનમાં વર્ષોથી રમી રહ્યું હતું, જે અત્યારે એક ચિત્રપટમાં આકાર-અવતાર પામી રહ્યું છે. ચૈત્યવૃો સહિતનું ૨૪ તીથંકરનુ આ એક ભવ્ય ચિત્ર જો તૈયાર થઈ જશે તે એક નવીન કૃતિ બનશે. ધ્યાન સાધના માટે અત્યંતાપકારી આલંબન પૂરુ પાડશે એવી મારી *ધારણા છે.
વિચારણા માગે તેવી કેટલીક વિગત
કલિકાલસર્વૈજ્ઞ શ્રી હેમચ'દ્રાચાય જી સ્વાપન્ન હૈમકાશમાં
* આ લેખ કલ્યાણ માસિકમાં પ્રગટ થયા ત્યારે પૂજ્ય ગુરુદેવના લેખના સંપાદક મુનિશ્રીએ એક નોંધ લખી હતી તે નીચે આપી છે. આજે ભારતભરમાં નૂતન જિનમ ંદિરનું નિર્માણુ કાર્ય મેટા